January 8, 2025

લોકસભાની ચૂંટણીમાં ડ્રોનની રહેશે ચાંપતી નજર!

અમદાવાદ: લોકસભાની ચૂંટણી નજીકના સમયમાં આવી રહી છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે, 26 એપ્રિલે બીજા અને 7 મેના રોજ ત્રીજા તબક્કાનું, 13 મેના રોજ ચોથા અને પાંચમાં તબક્કાનું અને 20 મેના રોજ છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો માટે 1 મેના રોજ 25 અને સાતમા અને છેલ્લા તબક્કામાં 1 જૂને 57 બેઠકો માટે મતદાન થવાનું છે. મહત્વની વાત એ છે કે આ વખતની ચૂંટણીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે.

ડ્રોન દ્વારા સર્વેલન્સ
આ ચૂંટણીને નિષ્પક્ષ રાખવા માટે, 24×7 સંકલિત કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ચૂંટણી દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ વધુ કરવામાં આવશે. ડ્રોન આધારિત સરહદની તપાસ કરવામાં આવશે. ડ્રોન આધારિત સરહદની તપાસ એટલા માટે મહત્વની છે કારણ કે એવા વિસ્તાર છે જ્યાં કનેક્ટિવિટી ઓછી છે તે વિસ્તારમાં ડ્રોન એક શ્રેષ્ઠ વિકલ્પ રહેશે. ઉત્તમ ગુણવત્તા વાળા કેમરાને કારણે દરેક વસ્તુની વિગતવાર તપાસ કરવી સરળ બનશે.

આ પણ વાંચો: ઇલોન મસ્ક ટૂંક સમયમાં ‘X એવરીથિંગ’ કરશે લોન્ચ

મોટા ડ્રોનઃ આ ચૂંટણી દરમિયાન મોટા ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. જે દૂરના વિસ્તારોમાં સ્થિત મતદાન મથકો પર નજર રાખવા માટે મદદ કરશે. આ ડ્રોનમાં હાઇ-રિઝોલ્યુશન કેમેરા અને સેન્સરથી સજ્જ હશે જેના કારણે તમામ મતદાન મથકોની આસપાસની ગતિવિધિઓ પર સતત નજર રહેશે.

નાના ડ્રોનઃ ચૂંટણી સમયે આ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. જે ચૂંટણી પંચના અધિકારીઓને મતદાન મથકો અને મતગણતરી સ્થળો પર નજર રાખશે. આ ડ્રોન મતદાન મથકોની અંદર અને બહારની તમા ગતિવિધિઓ ઉપર ધ્યાન આપશ. આ સાથે જ તમામ લોકો ઉપર પણ ધ્યાન આપશે. મતદાન મથકની અંદર અને બહાર રહેલા તમામ લોકો ઉપર ચાપતી નજર રાખશે. જોકે હલનચલ ખોટી રીતે થાય છે તો પોલીસને ફટાફટ માહિતી મળી રહેશે.

મધ્યમ કદના ડ્રોન: આ ડ્રોનનો ઉપયોગ મતદાન મથકોની આસપાસના વિસ્તારો અને મતગણતરી સ્થળો જેવા મોટા વિસ્તારો પર નજર રાખવા માટે કરાશે. તમને જણાવી દઈએ કે આ ડ્રોન પણ હાઇટેક કેમેરા અને સેન્સરથી સજ્જ હશે. જે મતદાન મથક અને તેની આસપાસના વિસ્તારમાં સતત નજર રાખશે.

મદદરૂપ થશે
મતદાન કેન્દ્રો અને મતગણતરી સ્થળો વચ્ચે સુરક્ષા દળોની હિલચાલ પર દેખરેખ રાખવામાં આવશે. મતદાન કેન્દ્રોનું મોનિટરિંગ કરવામાં મદદરૂપ થશે. મોનિટરિંગ 3.મતદાન કેન્દ્રોની આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં મદદ રૂપ થશે. મતદાન ગણતરી સ્થળની આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં મદદ કરશે. ડ્રોનથી મેળવેલા ડેટાનો ઉપયોગ ચૂંટણી પંચ તમામ માહિતી લેશે. આ સાથે ચૂંટણી પંચ ડ્રોન થકી તમામ ધમાલ પર ધ્યાન રાખશે અને કોઈ પણ હિલચાલ જોવા મળે છે તો તાત્કાલિક એક્શન લેવામાં મદદરૂપ થશે.