રાજ્યના આ 2 ગામમાં ચૂંટણીનો બહિષ્કાર, નથી પડ્યો એક પણ મત
અરવલ્લીમાં આવેલા બાયડના અરજણવાવ ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પાટણના ભાખરી ગામે પણ એકપણ મતદાતાએ મત ન આપ્યો હતો. વહીવટી તંત્રએ ગામલોકોને સમજાવવાનો પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.
નથી કર્યું મતદાન
અત્યાર સુધી એક પણ વ્યક્તિએ મતદાન કર્યું નથી. છેલ્લે તો તંત્ર દ્વારા સમજાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ ગામના લોકો પોતાની માંગ સાથે અડગ રહ્યા હતા. તેમણે મત આપવાની મનાઈ કરી દીધી હતી. મહત્વની વાત એ છે કે કોઈ પણ બબાલ વગર બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે હાલ મતદાન મથક પર શાંતી પુર્ણ માહોલ જોવા મળી રહી છે.
ભાખરી ગામે મતદાનનો વિરોધ
પાટણના ભાખરી ગામે વહેલી સવારથી એકપણ મતદાતાએ મત ન આપ્યો હતો. ગામમાં 350 મતદારો છે અને એક જ બૂથ છે. ગ્રામ પંચાયત વિભાજન અને રસ્તાનાાં કામનો વિરોધ હોવાથી ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. વહીવટી તંત્રએ ગામલોકોને સમજાવવાનો પ્રયત્નો કર્યા હતા. ભરતસિંહ ડાભી દ્વારા ગામ લોકોને મતદાન કરવા સમજાવવાના પ્રયાસ કર્યો હતો. જોકે બીજેપી ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમજાવવાના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા હતા.
આ પણ વાંચો: North Gujarat Election LIVE Update: પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે મતદાન કર્યું
ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન
રાજ્યમાં સવારે 11 વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકમાં જ 24.35 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન બનાસકાંઠા જિલ્લામાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઇનો લાગી ગઈ છે. લોકો ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ મતદાન કર્યું છે.
સમગ્ર ગુજરાતમાં મતદાન ચાલુ
લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે સમગ્ર ગુજરાતના મતદાન મથકો પર હાલ મતદાનની પ્રકિયા ચાલી રહી છે. લોકો વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઇનમાં ઉભા છે. ત્યારે ગુજરાતના કુલ 4.97 કરોડ મતદાતાઓ મતદાન કરશે. તેમાં 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે.