January 21, 2025

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ક્રેક, ધુરંધરોએ ના પાડીને ધજાગરા કર્યા

અમદાવાદ: લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વચ્ચે કોંગ્રેસની હાલત કફોડી જોવા મળી રહી છે. કારણ કે કોંગ્રેસના નેતા જ ચૂંટણી લડવાની મનાઈ કરી રહ્યા છે. જે કદાવર નેતા હતા તેમણે અગાઉ જ કોગ્રેંસને ટાટા કર્યું અને બાકી બચ્યા હતા તે ચૂંટણી લડવાની મનાઈ કરી રહ્યા છે.

મજબૂત ઉમેદવારની તંગી
લોકસભામાંની ચૂંટણી આવી રહી છે પરંતુ કોંગ્રેસના નેતાઓ સામે હાલીને ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. કદાચ આપણે અહિંયા આ કહેવત પણ લગાવી શકીએ છીએ કે ‘મજબૂરીનું નામ છે “મહાત્મા ગાંધી’ કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી ખર્ચ માટે ઘરના રૂપિયા કાઢવા પડે તેના કારણે નેતાઓ પીછેહઠ કરી રહ્યા છે. આ કારણથી કોંગ્રેસના નેતાઓએ અગાઉ જ હાથ ઉંચા કરી દીધા છે. એક તો મજબૂત ઉમેદવારની તંગી છે એમાં પણ પોતાના વિસ્તારમાં દબદબો હોય તે નેતાઓ ચૂંટણીમાં લડતા પહેલા હાર માની લે છે તે ખરેખર કોંગ્રેસની હાલત કંગાળ થઈ ગઈ હોય તેવું દર્શાવે છે.

આ પણ વાંચો: નશામાં ધૂત પોલીસકર્મી અકસ્માત સર્જી ફરાર, દંપતિ સહિત બે બાળકો હોસ્પિટલમાં દાખલ

પીછેહઠ કરી લીધું
પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત, ભરતસિંહ સોલંકી, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, જગદીશ ઠાકોર આ નેતાઓએ ના પાડી દીધી છે. પીછેહઠ કર્યું છે તેનું પણ ચોક્કસ કારણ તો હશે જ કેમ કે આ તો રાજનીતિનું મેદાન છે કોઈ પણ કદમ એમ જ નથી ઉપડતો. આ નેતાઓએ ચૂંટણીની તારીખ આવે એ પહેલા ના પાડી દીધી હતી તો કેટલાકે નામની જાહેરાત થતાની સાથે પીછેહઠ કરી લીધું હતું.

કોંગ્રેસનું મનોબળ તૂટી ગયું
કોંગ્રેસના એવા નેતાઓએ ના પાડી દીધી છે કે એ નેતાઓનો પાર્ટીમાં કંઈ અલગ દબદબો હતો. આ બાજૂ ભાજપ તો 26 એ 26 બેઠકમાં જીતવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે. કદાચ કોંગ્રેસના નેતાઓએ આ તૈયારી જોઈને જ ના પાડી દીધી હોય તેવું કહી શકાય. કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસના નેતાઓએ એટલે ના પાડી દીધી કે કારણ કે પાર્ટી પાસે એટલું ફંડ નથી કે નેતાઓને ચૂંટણી લડાવી શકે. તો પોતાના ઘરના પૈસા ભાંગીને તો કોણ ચૂંટણી લડે?

ભાજપની સાથે જોડાયા આ નેતાઓ
કોંગ્રેસને મોટી ખોટ ત્યાં આવી કે ચૂંટણી પહેલા જ સારા નેતાઓએ કોંગ્રેસને છોડી દીધું. જે કોંગ્રેસ પાર્ટી માટે આઘાત સમાન હતું. અંબરીશ ડેર, રોહન ગુપ્તા, અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, નારણ રાઠવા આ નેતાઓએ ભાજપની સાથે જોડાઈ ગયા છે. આવનારા વર્ષોમાં એવું ના થાય કે કોંગ્રેસ પાર્ટીને જે બચ્યા છે એ નેતાઓથી પણ હાથ ધોવા પડે.