December 19, 2024

ગુજરાતમાં 59.49% મતદાન થયું, અમરેલીમાં સૌથી ઓછું મતદાન

ગાંધીનગર: રાજ્યની 25 લોકસભાની બેઠક પર માત્ર 59.49%  મતદાન થયું છે. જેમાં સૌથી વધારે મતદાન વલસાડમાં 72.24% મતદાન થયુ છે. સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 49.22% મતદાન થયું છે. જો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીની સરખામણી કરતા 4% મતદાન ઘટ્યું છે. વર્ષે 2019માં લોકસભાની ચૂંટણીમાં 64.11 મતદાન થયું હતું.

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન
રાજ્યમાં સવારે 11 વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકમાં જ 24.35% મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન બનાસકાંઠા જિલ્લામાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઇનો લાગી ગઈ છે. લોકો ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ મતદાન કર્યું છે.

9 વાગ્યા સુધીમાં આટલું થયું હતું મતદાન
અમદાવાદ એસ્ટમાં 8.03%, અમદાવાદ વેસ્ટમાં 7.23%, અમરેલીમાં 9.13%, આણંદમાં 10.35%, બનાસકાંઠામાં 12.28%, બારડોલી 11.54%, ભરૂચ 10.78%, ભાવનગર 9.20%, છોટાઉદેપુરમાં 10.27%, દાહોદ 10.94%, ગાંધીનગર 10.31%,જામનગરમાં 8.55%, જૂનાગઢમાં 9.05 % , કચ્છ 8.79 %, ખેડા 10.20%, મહેસાણા 10.14%, નવસારી 9.15%, પંચમહાલ 9.16%, પાટણ 10.42%, પોરબંદર 7.84%, રાજકોટમાં 9.77%, સાબરકાંઠામાં 11.43%, સુરેન્દ્રનગરમાં 9.43%, વડોદરામાં 10.64%, વલસાડ 11.65%, મતદાન અત્યાર સુધીમાં થયું છે.

આ પણ વાંચો: North Gujarat Election LIVE Update: પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે મતદાન કર્યું

લોકસભા બેઠક 2019માં મતદાન
લોકસભા ચૂંટણી 2019ની મતદાનની વાત કરવામાં આવે તો કચ્છ 58.71%,બનાસકાંઠા 65.03%,પાટણ 62.45%, મહેસાણા 65.78, સાબરકાંઠા 67.77%, ગાંધીનગર 66.08%,અમદાવાદ ઇસ્ટ 61.76%,અમદાવાદ વેસ્ટ 60.81%, સુરેન્દ્રનગર 58.41%,રાજકોટ 63.49%, પોરબંદર 57.21%, જામનગર 61.03%, જૂનાગઢ 61.31% ,અમરેલી 55.97%, ભાવનગર 59.05%, આણંદ 67.04%, ખેડા 61.04%, પંચમહાલ 62.23%, દાહોદ 66.57%, વડોદરા 68.18%, છોટા ઉદેપુર 73.9% ,ભરૂચ 73.55% ,બારડોલી 73.89%, સુરત બિન હરીફ 64.58%, નવસારી 66.4%, વલસાડ 75.48% કુલ મતદાનની વાત કરવામાં આવે તો 64.51 ટકા મતદાન થયું છે.