December 23, 2024

Jharkhandમાં રવિવારને બદલે શુક્રવારની રજા કરી દેવામાં આવીઃ PM Modi

PM Modi Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) પર નિશાન સાધતા કહ્યું કે તેઓ લોકોને લૂંટી રહ્યા છે. રાજ્યમાં ઘણા સુંદર પહાડો છે, પરંતુ ઝારખંડની ચલણી નોટોના પહાડો માટે ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ અને જેએમએમને માત્ર તેમની વોટ બેંકની ચિંતા છે.

પીએમ મોદીએ ઝારખંડના દુમકામાં ચૂંટણી રેલી દરમિયાન જેએમએમ પર પ્રહાર કરતા કહ્યું, “મારા એક સહકર્મી મને કહેતા હતા કે લવ જેહાદ શબ્દ પહેલીવાર ઝારખંડમાં આવ્યો છે. આપણા દેશમાં રવિવારની રજા હોય છે. જ્યારે અહીં અંગ્રેજોનું શાસન હતું, ત્યારે ખ્રિસ્તી સમુદાય રજા (રવિવારે) ઉજવતો હતો, ત્યારથી આ પરંપરા શરૂ થઈ હતી. રવિવારનો સંબંધ હિન્દુઓ સાથે નથી, તે ખ્રિસ્તી સમાજ સાથે સંબંધિત છે. આ 200-300 વર્ષોથી ચાલી રહ્યું છે. હવે તેઓએ રવિવારની રજાના દિવસે એક જિલ્લામાં તાળા લગાવ્યા છે, એમ કહીને કે શુક્રવારે રજા રહેશે.

આ પણ વાંચો: બળાત્કાર-હત્યા કેસમાં રામ રહીમ સહિત ચાર આરોપીઓ નિર્દોષ જાહેર

શું કહ્યું પીએમ મોદીએ?
પીએમ મોદીએ દુમકામાં દાવો કર્યો હતો કે કોંગ્રેસ ગરીબોના નામે પૈસા લૂંટે છે, પરંતુ મોદીએ આ બધું બંધ કરી દીધું. અમે જનતાના પૈસાનો ઉપયોગ જનહિતમાં કરીએ છીએ. લોકો માટે સતત કામ કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે 4 જૂન પછી ભ્રષ્ટાચારીઓ સામેની કાર્યવાહી તેજ કરવામાં આવશે, આ મોદીની ગેરંટી છે. વિપક્ષી ગઠબંધન ‘INDIA’ને કશું થવાનું નથી, કારણ કે બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) દેશમાં ફરી સરકાર બનાવવા જઈ રહ્યું છે.