December 26, 2024

અમે અનામત છીનવા માટે બહુમતનો ઉપયોગ કર્યો નથી: અમિત શાહ

Amit Shah on Reservation: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. અમિત શાહે મીડિયા સાથે વાત કરતાં વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતુ. બીજી બાજુ બંધારણ બદલવાના કોંગ્રેસના આરોપોને પણ પાયાવિહોણા ગણાવ્યા હતા.

અમે ક્યારેય આરક્ષણમાં છેડછાડ નથી કરી
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘વિપક્ષી પાર્ટી બંધારણ બદલવાના મુદ્દાને અનામત સાથે જોડી રહી છે. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે, 2014 અને 2019માં અમારી પાસે સંપૂર્ણ બહુમતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે. અમે ક્યારેય અનામત સાથે છેડછાડ કરી નથી, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમે ક્યારેય અનામત સાથે છેડછાડ કરીશું નહીં અને કોઈને પણ આવું કરવા દઈશું નહીં. અમે દેશની જનતાને આશ્વાસન આપવા માંગીએ છીએ. પીએમ મોદીએ પછાત, દલિત અને આદિવાસી સમુદાયના કલ્યાણ માટે સૌથી વધુ કામ કર્યું છે.

અમિત શાહે મીડિયા સાથે વાત કરતાં ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘અમે અમારી બહુમતીનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા, ટ્રિપલ તલાક નાબૂદ કરીને મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવા માટે, CAA લાવીને વિદેશોમાં અત્યાચાર ગુજારતા લોકોને ન્યાય આપવા માટે કર્યો છે.’

બહુમતીનો ઉપયોગ અનામત છીનવા માટે કરવામાં નથી આવ્યો
ગૃહમંત્રીએ કહ્યું, ‘અમે અનામત છીનવા માટે બહુમતનો ઉપયોગ કર્યો નથી. બહુમતીનો દુરુપયોગ કરવાની પરંપરા માત્ર કોંગ્રેસ પાર્ટીની છે. પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાદવા અને લોકશાહીનું ગળું દબાવવા માટે બહુમતનો દુરુપયોગ કર્યો હતો. અમે સંપૂર્ણ લોકતાંત્રિક માધ્યમથી દેશની મહિલાઓને 33 ટકા અનામત આપવા માટે અમારી બહુમતીનો ઉપયોગ કર્યો છે.

ઈલેક્ટોરલ બોન્ડના પ્રશ્ન પર ગૃહમંત્રીએ કહ્યું કે, અમિત શાહે કહ્યું, જે રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી, તેમને ડોનેશન દ્વારા બોન્ડ મળ્યા હતા. રાહુલ ગાંધીએ દેશની જનતાને કહેવું જોઈએ કે હા, અમે પણ એક્સચોર્શન કરીએ છીએ. તેમને સાંસદોના પ્રમાણમાં અમારા કરતાં વધુ દાન મળ્યું છે. અમારી સરકાર પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી.’

‘ભ્રષ્ટાચારનો પણ કોઈ આરોપ નથી’
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘23 વર્ષથી પીએમ નરેન્દ્ર મોદી પર એક પણ રૂપિયાના ભ્રષ્ટાચારનો પણ આરોપ નથી, તેથી આ લોકો લોકોમાં ગેરસમજ ફેલાવવા માંગે છે, પરંતુ તેઓ આમાં સફળ થશે નહીં. મેં આખા દેશમાં પ્રવાસ કર્યો છે, દરેક જગ્યાએ દરેક ભાષા, દરેક જાતિ અને દરેક વય જૂથ (પુરુષો અને સ્ત્રીઓ) પીએમ મોદીને મત આપવા તૈયાર બેઠા છે. બધા મતદાન કરવા માટે રાહ જોઈ રહ્યા છે. આજે મેં ગાંધીનગર બેઠક પરથી મારું ઉમેદવારી પત્ર પણ ભર્યું છે. અમિત શાહે ગાંધીનગર અને દેશની જનતાને નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની અપીલ કરી હતી. પીએમ મોદી આ દેશને સર્વોચ્ચ સ્થાને લઈ જવા માટે પ્રતિબદ્ધ છે અને થશે.