Amethiમાં Smriti Iraniની કારમી હાર! માત્ર જાહેરાત બાકી

Loksabha Election 2024: દેશમાં લોકસભાની 543 બેઠકો માટે સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. આજે પરિણામો પણ આવશે અને તેની સાથે જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આ વખતે દેશમાં કયો પક્ષ સત્તા પર રહેશે. હાલમાં અનેક દિગ્ગજોના ભાવિનો આજે નિર્ણય થવા જઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે સ્મૃતિ ઈરાનીની હાર પણ થતી જોવા મળી રહી છે.
લોકસભા ચૂંટણી 2024ની હોટ સીટ પૈકીની એક અમેઠીના પરિણામો સામે આવ્યા છે. જે બેઠક પર ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી ત્યાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અમેઠીમાં ગત વખતે રાહુલ ગાંધીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે આ હારની જાહેરાત બાકી છે.
આ પણ વાંચો: ગેનીબેન રડ્યાં ‘ને બનાસકાંઠાવાસીઓએ ખોબલે ખોબલે મામેરું ભરી લોકસભામાં મોકલ્યાં
આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ એક ટ્વીટમાં કેએલ શર્માની જીતની ‘પુષ્ટિ’ કરી છે. જેના કારણે ભાજપના કાર્યકરોનો ગુસ્સો વધી ગયો છે. કેએલ શર્મા સાથેની તસવીર શેર કરતાં પ્રિયંકા ગાંધીએ લખ્યું, ‘કિશોરી ભૈયા, મને ક્યારેય કોઈ શંકા નહોતી. મને શરૂઆતથી જ ખાતરી હતી કે તમે જીતશો. તમને અને અમેઠીના મારા વ્હાલા ભાઈઓ અને બહેનોને હાર્દિક અભિનંદન!
ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઈરાનીએ 2019ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર અમેઠીથી રાહુલ ગાંધીને હરાવીને લોકસભા ચૂંટણી જીતી હતી. જો કે આ પહેલા તેમને 2014ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
સતત અપડેટ ચાલુ છે….