January 18, 2025

મંત્રીઓનું રિપોર્ટ કાર્ડ, જાણો કેટલા કરોડપતિ તો કેટલા ‘ક્રિમિનલ’ મંત્રી!

જયેશ ચૌહાણ, અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં બહુમત મેળવી પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં NDAએ સરકાર બનાવી છે. વડાપ્રધાન મોદીના મંત્રીમંડળમાં 71 મંત્રીઓએ શપથ લીધા છે. ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસ (ADR) દ્વારા 72 મંત્રીઓમાંથી 71 મંત્રીઓના સોગંદનામાના આધારે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ADRના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે, મોદી સરકાર 3.Oમાં શપથ લેનારા 72માંથી 28 મંત્રીઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

PM મોદીના મંત્રીમંડળમાં લોકસભા અને રાજ્યસભાના કુલ મળીને 72 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 72 મંત્રીમાંથી જોર્જ કુરિયન હાલમાં લોકસભા કે રાજ્યસભાના સભ્ય નથી અને તેઓ લોકસભા 2024ની ચૂંટણી પણ લડેલા નથી, જેથી તેમનું સોગંદનામું ન હોવાથી 71 મંત્રીઓના સોગંદનામાનું વિશ્વલેષણ ADR દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: PM મોદીની સમર્થકોને અપીલ, કહ્યું- સોશિયલ મીડિયામાંથી ‘મોદીના પરિવાર’ને હટાવો

ADRનું વિશ્લેષણ

  • 28 મંત્રી એટલે કે 39% ટકા મંત્રી ગુનાહિત ઇતિહાસવાળા
  • 19 મંત્રી એટલે કે 27% મંત્રી ગંભીર ગુના ધરાવે છે
  • 70 મંત્રી એટલે કે 99% મંત્રી કરોડપતિ
  • મંત્રીઓની 107.94 કરોડ સરેરાશ આવક

ગુનાહિત ઇતિહાસવાળા મંત્રીઓ
ADR દ્વારા વિશ્લેષણ કરાયેલા 71 મંત્રીઓમાંથી 28 મંત્રીઓની સામે ગુનાઓ દાખલ થયેલા છે. 19 મંત્રીઓની સામે હત્યાનો પ્રયાસ, અપહરણ, મહિલાઓ સામે અત્યાચાર જેવા ગંભીર ગુનાઓ દાખલ થયેલા હોવાનું તેમના સોગંદનામામાં જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના ભાજપના મંત્રી શાંતનુ ઠાકુર અને સુકાંતા મજમુદાર સામે હત્યાના પ્રયાસના ગુના દાખલ થયેલા છે. મંત્રી બંડી સંજયકુમાર, શાંતનુ ઠાકુર, સુકાંતા મજમુદાર, સુરેશ ગોપી અને જુએલ ઓરમ સામે મહિલા સામે અત્યાચારના ગુનાઓ નોંધાયેલા છે. 8 મંત્રીઓ સામે નફરત ફેલાવતા ભાષણો કર્યાના ગુનાઓ દાખલ થયેલા છે. આ તમામ મંત્રીઓ ભાજપના જ હોવાનું પણ ADRના વિશ્લેષણમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો: Gujaratમાં વિધિવત્ ચોમાસાનો પ્રારંભ, જાણો કઈ તારીખે ક્યાં વરસાદની આગાહી

મંત્રીઓની નાણાકીય વિગતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા મંત્રીમંડળમાં 71માંથી 70 મંત્રીઓ કરોડપતિ છે. 71 મંત્રીઓની સરેરાશ આવક 107.94 કરોડ રૂપિયા છે. 6 મંત્રીઓ પાસે 100 કરોડ કે તેથી વધુની મિલકત પણ છે.

મોદી સરકારના મંત્રીમંડળનું રિપોર્ટકાર્ડ

  • TDPના ડો. ચંદ્રશેખર પાસે 5705 કરોડની મિલકત
  • BJPના જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે 424 કરોડની મિલકત
  • જનતા દલ સેક્યુલરના HD કુમારસ્વામી પાસે 217 કરોડની મિલકત
  • BJPના અશ્વિની વૈષ્ણવ પાસે 144 કરોડની મિલકત
  • BJPના રાવ ઇન્દ્રજીતસિંહ પાસે 121 કરોડની મિલકત
  • BJPના પિયુષ ગોયલ પાસે 110 કરોડની મિલકત