ગુજરાતની 9 સીટ પર પિક્ચર ક્લિયર, જાણો કોણ છે આમનેસામને
અમદાવાદઃ લોકસભા ચૂંટણીને આડે હવે માત્ર થોડો સમય જ બાકી છે. ત્યારે આજે તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે જ સમગ્ર દેશમાં આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, હજુ પણ ગુજરાતની ઘણી સીટ પર ચિત્ર ક્લિયર નથી.
ભાજપે અત્યાર સુધીમાં ઉમેદવારની બે યાદી જાહેર કરી છે. તેમાંથી પહેલી યાદીમાં 15 સીટ પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ એક યાદી જાહેર કરી હતી. જેમાં વધુ 7 સીટ પર ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. તો બીજી તરફ, ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે કોંગ્રેસે પણ અત્યાર સુધીમાં બે યાદીની જાહેરાત કરી હતી. જેમાંથી પહેલી યાદીમાં ગુજરાતની એકેય સીટ પર ઉમેદવારની જાહેરાત નહોતી કરી. જ્યારે બીજી યાદીમાં ગુજરાતની 7 સીટ પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની બે સીટ પર ઉમેદવાર જાહેર કર્યા છે. એટલે આમ જોવા જઈએ તો, ગુજરાતની કુલ 9 સીટ પર અત્યાર સુધીમાં ચિત્ર ક્લિયર થઈ ગયું છે. તો આવો જાણીએ તમામ માહિતી…
ભાજપના લોકસભા ઉમેદવારોનું લિસ્ટ
સાબરકાંઠા – ભીખાજી ઠાકોર
વડોદરા – રંજનબેન ભટ્ટ
અમદાવાદ પૂર્વ – હસમુખ પટેલ
ભાવનગર – નીમુબેન બાંભણિયા
છોટા ઉદેપુર – જશુભાઈ રાઠવા
સુરત – મુકેશ દલાલ
વલસાડ – ધવલ પટેલ
ગાંધીનગર – અમિત શાહ
નવસારી – સીઆર પાટીલ
બનાસકાંઠા – ડૉ. રેખા ચૌધરી
અમદાવાદ પશ્ચિમ – દિનેશ મકવાણા
પંચમહાલ – રાજપાલસિંહ જાદવ
જામનગર – પૂનમ માડમ
ખેડા – દેવુસિંહ ચૌહાણ
આણંદ – મિતેષ પટેલ
રાજકોટ – પરશોત્તમ રૂપાલા
પોરબંદર – મનસુખ માંડવિયા
ભરૂચ – મનસુખ વસાવા
બારડોલી – પ્રભુ વસાવા
પાટણ – ભરતસિંહ ડાભી
કચ્છ – વિનોદ ચાવડા
દાહોદ – જસવંતસિંહ ભાભોર
કોંગ્રેસના લોકસભા ઉમેદવારોનું લિસ્ટ
બનાસકાંઠા – ગેનીબેન ઠાકોર
પોરબંદર – લલિત વસોયા
બારડોલી – સિદ્ધાર્થ ચૌધરી
વલસાડ – અનંત પટેલ
અમદાવાદ પશ્ચિમ – ભરત મકવાણા
અમદાવાદ પૂર્વ – રોહન ગુપ્તા
કચ્છ – નીતિશ લાલન
આમ આદમી પાર્ટીના લોકસભા ઉમેદવારોનું લિસ્ટ
ભરૂચ – ચૈતર વસાવા
ભાવનગર – ઉમેશ મકવાણા
આ 9 સીટ પર ઉમેદવારો આમને સામને