December 23, 2024

લોકસભા ચૂંટણીમાં વર્ષ 2014 અને વર્ષ 2019ની શું થયું હતું?

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષો સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા છે. આજે લોકસભા ચૂંટણી 2024ની તારીખની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું વર્ષ 2014 અને વર્ષ 2019માં થયેલી લોકસભાની ચૂંટણી વિશે.

લોકસભાની ચૂંટણી
છેલ્લા બે વખતથી ભાજપ જીત મેળવી રહી છે. ત્યારે આ વખતે પણ ભાજપ જીતનો દાવો કરી રહી છે. તો બીજી બાજૂ વિપક્ષી પાર્ટીઓ ગઠબંધન દ્વારા સાથે મળીને ચૂંટણી લડી રહી છે. ભાજપ તો મોટો દાવો કરી રહ્યું છે કે તે આ વખતે તે 400થી વધુ બેઠકો જીત મેળવશે. જોકે આ વખતે કયાં પક્ષનું પલડું ભારે રહેશે તે હવે ચૂંટણીના પરિણામો આવશે બાદમાં જાહેર થશે. ત્યારે આજે અમે તમને વર્ષ 2014 અને વર્ષ 2019માં થયેલી લોકસભાની ચૂંટણી વિશે માહિતી આપવાના છીએ.

2014ની લોકસભા ચૂંટણી
લોકસભા ચૂંટણી 2024 આવી રહી છે , ત્યારે આજે અમે તમને લોકસભા ચૂંટણી 2014ની વાત કરવાના છીએ. આ સમયે જે જીત ભાજપને મળી હતી તે ભાજપે પણ પોતે વિચાર્યું ના હતું તેવી જીત પ્રાપ્ત થઈ હતી. આ વર્ષમાં ચૂંટણીમાં વિપક્ષનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક જોવા મળ્યું હતું. આ સમયે દેશની જનતાએ NDAને 334 બેઠકો આપી હતી, જેમાંથી એકલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ 282 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ સમયે કોંગ્રેસની હાલાત ખુબ ખરાબ જોવા મળી હતી. પહેલી વખત આ સમયે એવું લાગ્યું હતું કે કોંગ્રેસ હવે નબળું પડી રહ્યું છે. આ સમયે કોંગ્રેસને 44 સીટો પર જ સફળતા મળી હતી. તમને જણાવી દઈએ કે ભાજપ 30 વર્ષ પછી લોકસભામાં પોતાના દમ પર પૂર્ણ બહુમતી મેળવનારી પ્રથમ પાર્ટી બની હતી. આ સમયે મોદી લહેરને લઈને ચર્ચા સામે આવી હતી. ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત થયા બાદ નરેન્દ્ર મોદીને દેશની કમાન સંભાળવા આપવામાં આવી હતી.

કેવી રહી 2019ની લોકસભા ચૂંટણી?
પાંચ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વાર 2019ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. ભાજપને 2014માં પણ જીત મળી હતી. આ વખતે એટલે કે 2019માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે પહેલા જે સીટ પ્રાપ્ત કરી હતી તેનાથી વધારે સીટ લાવીને ભાજપે દરેક લોકોને ચોંકાવી દીધા હતા. NDA ગઠબંધનને 353 બેઠકો , ભાજપે 303 , યુપીએ ગઠબંધનને 90 બેઠકો, કોંગ્રેસ પાર્ટી માત્ર 52 બેઠકો મેળવી હતી. ભાજપે 2014ની સરખામણીમાં 2019ની લોકસભા ચૂંટણીમાં સૌથી સારૂ પ્રદર્શન કર્યું હતું. ભાજપની આ જીત અગાઉની જીત કરતાં પણ મોટી હતી. આ ચૂંટણીમાં જનતાએ NDA ગઠબંધનને 353 બેઠકો આપી હતી, જેમાંથી એકલા ભાજપે 303 બેઠકો જીતી હતી. એકલા ભારતીય જનતા પાર્ટીએ 303 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી હતી. જ્યારે યુપીએ ગઠબંધનને 90 બેઠકો મળી હતી, જેમાંથી કોંગ્રેસ પાર્ટી માત્ર 52 બેઠકો જીતી શકી હતી. આ વખતે પણ ભાજપનું માનવું છે કે આ વખતે પણ તેઓ એક રેકોર્ડ તોડશે.

2024ની લોકસભા ચૂંટણી
આજના દિવસે લોકસભા 2024ની જાહેરાત કરી દેવામાં આવી છે.  સાત તબક્કામાં આ ચૂંટણી યોજાશે.  19 એપ્રિલે પ્રથમ તબક્કાની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. 26 એપ્રિલ એ બીજા તબક્કામાં થશે મતદાન , 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે,   ગુજરાતમાં 26 સીટોનું મતદાન 7 મે રોજ થશે,  મત ગણતરી 4 જૂને પરિણામ આવી જશે. આજથી આચારસંહિતા લાગૂ કરી દેવામાં આવી છે. ભારતના બંધારણની કલમ 324 હેઠળ ચૂંટણી પંચ રાજકીય પક્ષોને શાંતિપૂર્ણ ચૂંટણી માટે આચારસંહિતાનું પાલન કરવા દબાણ કરી શકે છે.