July 5, 2024

Lok Sabha Election 2024: સવારે 11 વાગ્યા સુધીમાં બંગાળમાં સૌથી વધુ મતદાન તો ઓરિસ્સામાં સૌથી ઓછું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે દેશના 7 રાજ્યો અને 1 કેન્દ્રશાશિત પ્રદેશની કુલ 58 બેઠક પર મતદાન યોજાયું છે. સવારે 7 વાગ્યાથી તમામ બેઠક પર મતદાનની પ્રકિયા ચાલુ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ પર ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવવાની હતી, પરંતુ મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ બેઠક પર છઠ્ઠા તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે.

સવારે 11 વાગ્યા સુધીમાં 25.76 ટકા મતદાન

બિહાર – 23.67
હરિયાણા – 22.09
ઝારખંડ – 27.80
ઓરિસ્સા – 21.30
ઉત્તર પ્રદેશ – 27.06
પશ્ચિમ બંગાળ – 36.88
દિલ્હી – 21.69
જમ્મુ કાશ્મીર – 23.11

કયા કયા દિગ્ગજોના ભવિષ્ય EVMમાં કેદ થશે?
છઠ્ઠા તબક્કામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી, ભાજપના પ્રવક્તા સંવિત પાત્રા, ભોજપુરી કલાકાર અને સાંસદ મનોજ તિવારી, ભાજપના બાંસુરી સ્વરાજ, કોંગ્રેસના કન્હૈયા કુમાર, AAP નેતા સોમનાથ ભારતી, ભોજપુરી ગાયક અને ભાજપના ઉમેદવાર નિરહુઆ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓના ભવિષ્ય EVMમાં કેદ થશે.

અત્યાર સુધીમાં 486 બેઠકો પર મતદાન પૂર્ણ થશે
છઠ્ઠા તબક્કાના મતદાન બાદ લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 486 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ જશે. પ્રથમ તબક્કામાં 102, બીજા તબક્કામાં 88, ત્રીજામાં 93, ચોથામાં 96 અને પાંચમા તબક્કામાં 49 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ પાંચ તબક્કામાં 25 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની 428 બેઠકો માટે મતદાન યોજાયું હતું. સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને 57 બેઠકો માટે મતદાન યોજાશે. જ્યારે મતગણતરી 4 જૂને રાખવામાં આવી છે.