December 18, 2024

અમરોહામાં મોદીએ કહ્યું – 10 વર્ષમાં જે પણ થયું તે માત્ર ‘ટ્રેલર’

PM Modi: પ્રધાનમંત્રી મોદી આજે ગજરૌલામાં ચૂંટણીની રેલી કરી રહ્યા છે. અમરોહા સંસદીય મતવિસ્તારના ભાજપના ઉમેદવારના સમર્થનમાં મોદીની સાથે યોગી આદિત્યનાથ પણ હાજર જોવા મળી રહ્યા છે. જાણો શું કહ્યું આ દરમિયાન પ્રધાનમંત્રીએ.

ખેડૂતોને લઈને ચિંતિત
પ્રધાનમંત્રીએ આ સમયે યોગી આદિત્યનાથની વાત કરતા કહ્યું કે તેઓ ખેડૂતોને લઈને ચિંતિત હતા.યોગી સરકારના વખાણ કરતા મોદીએ કહ્યું કે જ્યારે સપા સરકાર સત્તામાં હતી, ત્યારે અમરોહાના શેરડીના ખેડૂતોને વાર્ષિક સરેરાશ 500 કરોડ રૂપિયા ચૂકવવામાં આવતા હતા. જ્યારે યોગીજીની સરકાર આવી તો શેરડીના ખેડૂતોને બમણો ફાયદો થયો અને ખેડૂતોને દર વર્ષે લગભગ 1.5 હજાર કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગૂગલ ડૂડલે ભારતીય લોકશાહીનો સૌથી મોટો તહેવાર ઉજવ્યો

અધિકાર મળશે
પીએમે સંબોધન દરમિયાન આગળ કહ્યું કે ભાજપ સરકાર દેશમાં ટેક્સટાઈલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ટેક્સટાઈલ પાર્ક બનાવી રહી છે. જેના કારણે રોજગારીનું સર્જન થશે અને લોકોને રોજગારી મળી રહેશે. અત્યાર સુધી જે પણ થયું તે માત્ર ટ્રેલર છે. હજુ તો દેશને અને યુપીને ઘણું આગળ જોવાનું છે. મોદીએ કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી દેશના ભવિષ્યની ચૂંટણી છે. આ ચૂંટણીમાં તમારો મત દેશનું ઉજ્જવળ ભવિષ્ય નક્કી કરશે.

મત આપવો જ પડશે
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે આજે પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. લોકશાહીની સૌથી મોટી ઉજવણીનો એક મોટ દિવસ છે. પ્રધાનમંત્રીએ બંધારણને યાદ કરીને કહ્યું કે હું તમામ મતદારોને બંધારણ દ્વારા આપવામાં આવેલા આ અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. યુવાનોને પણ વડાપ્રધાનને વિનંતી કરી કે તેઓ ચોક્કસ મતદાન કરે. તેઓ આ તકને જવા ના દે. તમામ યુવાનોએ મતદાન કરવું જોઈએ.

રામ-રામથી શરૂઆત
આપણા દેશની સાથે યુપી ખુબ આગળ વધી રહ્યું છે. અગાઉની જે સરકારો બની છે તેણે લોકોની સાથે છેતરપિંડી કરી છે. ભાજપ દેશને મોટા વિઝન અને ધ્યેય સાથે આગળ લઈ જઈ રહ્યો છે. દેશમાં યુપીને પછાત રાજ્યમાં ગણવામાં આવે છે. પરંતુ હાલ યુપી વિકાસના પંથ પર છે. ગઠબંધનના કારણે અમરોહા અને પશ્ચિમ યુપી જેવા વિસ્તારોમાં નુકશાન થઈ રહ્યું છે. વડાપ્રધાને પોતાના સંબોધનની શરૂઆત રામ-રામથી કરી હતી.