December 18, 2024

મારી પીડા કંઈ નથી, તેજસ્વી યાદવે RJDની પોસ્ટનો આપ્યો જવાબ

પટનાઃ લોકસભા ચૂંટણી પહેલા રાજકીય નેતાઓ પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પીડાના કારણે પરેશાન જોવા મળી રહ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે તેમને કાર્યકરો સ્ટેજથી નીચે ઉતારી રહ્યા હતા. આ વીડિયોને આરજેડીના એક્સ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે બિહારના કરોડો બેરોજગાર યુવાનોના દર્દની સરખામણીમાં મારી પીડા કંઈ નથી, જેમના સપના છેલ્લા 10 વર્ષમાં ધર્મના નામે કચડી નાખવામાં આવ્યા છે.

હું મારું દર્દ ભૂલી જાઉં છું’
તેજસ્વી યાદવે X પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે પોતાની સ્વાસ્થ્યને લઈને માહિતી આપી હતી. તેમણે લખ્યું કે તાર-ચઢાવ સાથે એક અવિરત સામાજિક-રાજકીય સફર ચાલી રહી છે. રાજકીય સફરના કારણે આરામનો અભાવ અને સતત મુસાફરી કરવામાં આવી રહી છે. જેના કારણે બે અઠવાડિયાથી કમરમાં હળવો દુખાવો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી આ દુખાવામાં વધારો થયો છે. આ સાથે તેમણે એમ પણ લખ્યું કે મારું આ દર્દ બિહારના કરોડો બેરોજગાર યુવાનોના દર્દની સરખામણીમાં કંઈ નથી. તેઓ સતત રોજગારની રાહ જોઈ રહ્યા છે. ધર્મના નામે છેલ્લા 10 વર્ષથી સપનાઓને કચડી દેવામાં આવ્યા છે.

અસહ્ય પીડા અનુભવે છે
ગરીબ માતાઓ અને બહેનો મોંઘવારીને કારણે રસોડું ચલાવવામાં ખુબ પીડા અનુભવે છે. આ તમામ લોકોને હું જોઉં છું ત્યારે હું મારૂ દર્દ ભૂલી જાઉં છું. મને લાગે છે કે આ લોકો સામે મારી પીડા કંઈ જ નથી. મને ખેડૂતોની પીડા પણ સમજાય છે. સિંચાઈની સુવિધા અને પાકના વાજબી ભાવ નથી મળતા અને આ સાથે સંસાધનોની અછત અને આજીવિકા માટે લાખો લોકોનું સ્થળાંતર થતું હોય છે. આ તમામ વાત જોઈને મને મારી પીડાનો અહેસાસ પણ થતો નથી.

આ પણ વાંચો: નવું ભારત ઘરમાં ઘૂસીને મારે છે…PM મોદીના નિવેદનથી ગભરાયું પાકિસ્તાન

આશા ઓલવાઈ જશે
વધુમાં તેણે લખ્યું કે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ નથી મળી રહ્યું જેના કારણે તેઓ પણ હેરાન છે. બિહારના વડીલોને સારી દવા મળી રહી નથી. પોલીસ સ્ટેશનમાં સામાન્ય લોકો હેરાન છે. . દરેક વર્ગ હાલમાં પીડાઈ રહ્યો છે. કારણ કે તેમને તેમના અધિકારોની સાથે તેમને ન્યાય નથી મળી રહ્યો. દરેક લોકોના દુઃખમાં હું મારી જાતને ભાગીદાર માનું છું. તેણે વધુમાં કહ્યું કે બિહારમાં એનડીએ સરકારથી લોકો કંટાળી ગયા છે. આવી સ્થિતિમાં જો હું મારી વેદનાની ચિંતા કરીશ અને આ પગલાંઓ બંધ થઈ જશે તો લોકોની આશા પણ ઓલવાઈ જશે.