December 22, 2024

કોણ છે પંચમહાલના લોકસભા ઉમેદવાર રાજપાલસિંહ જાદવ?

રાજપાલસિંહ જાદવ - ફાઇલ

અમદાવાદઃ પંચમહાલ લોકસભા સીટ પરથી ઉમેદવાર રાજપાલસિંહ જાદવનું નામ સામે આવ્યું છે. ત્યારે આ આર્ટિકલમાં જાણીશું તેમના વિશેની તમામ માહિતી…

રાજપાલસિંહ જાદવનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને તેઓ ઓબીસી સમાજની બારીયા ક્ષત્રિય સમાજમાંથી આવે છે. તેમની રાજકિય કારકિર્દી વિશે વાત કરીએ તો, વર્ષ 2000થી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે વર્ષ 2000 સીમાલીયાની એસ.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જનરલ સેક્રેટરીનું દાયિત્વ નિભાવતા હતા. ત્યારબાદ

વર્ષ 2001થી કરોલી ગ્રામ પંચાયતના પ્રથમ યુવા સદસ્યમાં ભવ્ય વિજય અને ડેપ્યૂટી સરપંચ તરીકેનું દાયિત્વ નિભાવતા હતા. વર્ષ 2009થી કરોલી ગ્રામ પંચાયતના પ્રથમ સમરસ સરપંચ તરીકેનું દાયિત્ય નિભાવ્યું હતું. વર્ષ 2012થી 2019 સુધી કાલોલ તાલુકા ભા.જ.પા. યુવા મોરચાના પ્રમુખ તરીકેનું દાચિત્વ નિભાવતા હતા. ત્યારબાદ 2010માં જિલ્લા પંચાયત સીટ કરોલીથી ચૂંટાઈને જિલ્લા પંચાયત અપીલ સમિતિના સદસ્ય તરીકેનું દાચિત્વ નિભાવતા હતા.

વર્ષ 2019માં પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સફળ સુકાની તરીકેનું દાયિત્વ નિભાવતા હતા. ત્યારબાદ વર્ષ 2021માં જિલ્લા ભા.જ.પા. ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવી હતી. અગાઉના વર્ષોથી કાલોલ-ઘોઘંબા તાલુકામાં વિવિધ ગામોમાં રાત્રિ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન કરી કાલોલ તાલુકા ક્રિકેટ એસો. પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી.

કાલોલ-ઘોઘંબા તાલુકાના ક્ષત્રિય મંડળોમાં સક્રિય ભૂમિકામાં રહી દશેરા-સમૂહ લગ્નોત્સવ જેવા અનેક કાર્યક્રમોમાં અગ્રેસરની ભૂમિકા ભજવતા આવ્યા છે. ભા.જપા. દ્વારા કાલોલ વિધાનસભા, લોકસભા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની તમામ ચૂંટણીઓ તથા પ્રદેશ, જિલ્લા, તાલુકા દ્વારા આયોજિત તમામ કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.

ત્યારબાદ વર્ષ 2021થી ગુજરાત પ્રદેશ ભા.જ.પા.ના આમંત્રિત કારોબારી સદસ્ય તરીકેનું દાયિત્વ નિભાવતા હતા. તેમણે કાલોલ-ઘોઘંબા તાલુકામાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો સીધો લાભ મળે માટે અંતરિયાળ ગામોમાં અનેક કેમ્પોનું આયોજન કર્યું છે. સામાજિક ઉત્થાન માટે સામાજિક કાર્યક્રમોમાં સફળ નેતૃત્વ કરીને ભવ્ય આયોજન દ્વારા સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ દાયિત્વ નિભાવ્યું છે.