January 19, 2025

Gujarat Exit Poll 2024 LIVE: બે એક્ઝિટ પોલમાં BJPને ગાબડું, 15 વર્ષ બાદ કોંગ્રેસનું ખાતું ખૂલવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં 7મી મેના દિવસે મતદાન યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે આગામી 4 જૂને મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે લોકસભા ચૂંટણીના છેલ્લા એટલે કે સાતમા તબક્કાનું મતદાન છે. આ સાથે જ 18મી લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે એક્ઝિટ પોલના આંકડા પર સૌ કોઈની નજર છે. ગુજરાતની વાત કરવામાં આવે તો, આ વખતે ભાજપની સામે કોંગ્રેસ-આમ આદમી પાર્ટીએ ગઠબંધનમાં ઝંપલાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 અને 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26માંથી 26 બેઠક જીતી હતી. ત્યારે હવે આ વખતે જોવાનું એ રહેશે કે ભાજપ હેટ્રિક કરી શકે છે કે નહીં.

આ પણ વાંચોઃ Exit Poll 2024 LIVE: કોને મળશે કેટલી બેઠક? જુઓ સચોટ એક્ઝિટ પોલ

ગુજરાતની સુરત લોકસભા બેઠક ભાજપ બિનહરીફ રીતે જીતી ચૂક્યું છે. ત્યારે એક્ઝિટ પોલ પહેલાં વાત કરીએ અમુક ફેક્ટરની કે જેની ચૂંટણી પર અસર થઈ શકે તેમ છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાં લગભગ ભાજપ તરફી માહોલ હતો. પરંતુ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ BJPની આખી બાજી બગાડી નાંખી હતી. તેમના એક નિવેદનને કારણે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન થયું અને ભાજપને તેમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.


તો બીજી તરફ, ભાજપમાં પણ અંદરોઅંદર ડખા જોવા મળ્યા હતા. ટિકિટ જાહેર કરતાંની સાથે જ બે લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવા સુધીની વાત પહોંચી ગઈ હતી. તેને કારણે ભાજપનો આંતરિક ડખો સપાટી પર આવી ગયો હતો. આખરે ભાજપે વડોદરા અને સાબરકાંઠા એમ બે સીટ પર ઉમેદવાર બદલવાની પરિસ્થિતિ આવી ગઈ હતી. તો હવે 25 બેઠક પર શું રિઝલ્ટ આવી શકે તેની શક્યતાનો એક્ઝિટ પોલ જોઈએ.

ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયા

NDA – 25-26
INDIA – 0-1
Other – 00

ટુડેઝ ચાણક્ય

NDA – 26
INDIA – 00
Other – 00

ઇન્ડિયા TV – CNX

NDA – 26
INDIA – 00
Other – 00

ACP C-વોટર્સ

NDA – 25-26
INDIA – 00-01
Other – 00

રિપબ્લિક મેટ્રિઝ

NDA – 24
INDIA – 02
Other – 00

રિપબ્લિક ટીવી પીમાર્ક

NDA – 26
INDIA – 00
Other – 00

SAAM-જનકી બાત

NDA – 26
INDIA – 00
Other – 00

ઇન્ડિયા ન્યૂઝ ડી-ડાયનેમિક્સ

NDA – 26
INDIA – 00
Other – 00

કોણ કોની સામે?

સીટ ભાજપ કોંગ્રેસ-આમ આદમી પાર્ટી
ગાંધીનગર અમિત શાહ સોનલ પટેલ
રાજકોટ પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણી
પોરબંદર મનસુખ માંડવિયા લલિત વસોયા
જામનગર પૂનમ માડમ જેે.પી. મારવિયા
કચ્છ વિનોદ ચાવડા નીતિશ લાલણ
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ હિંમતસિંહ પટેલ
પાટણ ભરતસિંહ ડાભી ચંદનજી ઠાકોર
જૂનાગઢ રાજેશ ચુડાસમા હીરા જોટવા
આણંદ મિતેષ પટેલ અમિત ચાવડા
ખેડા દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી
દાહોદ જસવંતસિંહ ભાભોર ડૉ. પ્રભા તાવિયાડ
ભરૂચ મનસુખ વસાવા ચૈતર વસાવા (આમ આદમી પાર્ટી)
બારડોલી પ્રભુ વસાવા સિદ્ધાર્થ ચૌધરી
નવસારી સીઆર પાટીલ નૈષધ દેસાઈ
અમરેલી ભરત સુતરિયા જેની ઠુમ્મર
ભાવનગર નિમુ બાંભણિયા ઉમેશ મકવાણા (આમ આદમી પાર્ટી)
પંચમહાલ રાજપાલસિંહ જાદવ ગુલાબસિંહ ચૌહાણ
વડોદરા ડૉ. હેમાંગ જોશી જશપાલસિંહ પઢિયાર
છોટા ઉદેપુર જસુ રાઠવા સુખરામ રાઠવા
વલસાડ ધવલ પટેલ અનંત પટેલ
મહેસાણા હરિ પટેલ રામજી ઠાકોર
સાબરકાંઠા શોભના બારૈયા તુષાર ચૌધરી
અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા ભરત મકવાણા
સુરેન્દ્રનગર ચંદુ શિહોરા ઋત્વિક મકવાણા
બનાસકાંઠા ડૉ. રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર