November 18, 2024

Exit Poll 2024 LIVE: એક્ઝિટ પોલમાં NDAને બહુમતી, INDI ગઠબંધનના સૂંપડા સાફ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં 7મી મેના દિવસે મતદાન યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે આગામી 4 જૂને મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે લોકસભા ચૂંટણીના છેલ્લા એટલે કે સાતમા તબક્કાનું મતદાન છે. આ સાથે જ 18મી લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે એક્ઝિટ પોલના આંકડા પર સૌ કોઈની નજર છે.

વર્ષ 2019ની ચૂંટણીમાં શું હતું પરિણામ?
ગત ચૂંટણીમાં ભાજપે કુલ 303 લોકસભા બેઠક જીતી હતી. જ્યારે કોંગ્રેસે 52 સીટ જીતી હતી. ત્યારબાદ YSR કોંગ્રેસ પાર્ટી અને દ્રવિડ મુનેત્ર કઝગામે 23-23 સીટ જીતી હતી. BJPનો વોટશેર 37.7 ટકા હતો.જ્યારે કોંગ્રેસનો વોટશેર 19.67 ટકા વોટશેર હતો.

આ પણ વાંચોઃ સટ્ટા બજાર પ્રમાણે કોને મળશે કેટલી બેઠક? જાણો તમામ માહિતી

ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયા

NDA – 361-401
INDIA – 131-166
Other – 8-20

ટુડેઝ ચાણક્ય

NDA – 385-415
INDIA – 96-118
Other – 27-45

સી વોટર્સ

NDA – 353-383
INDIA – 152-182
Other – 4-12

ન્યૂઝ નેશન

NDA – 342-378
INDIA – 153-169
Other – 21-23

ઇન્ડિયા ન્યૂઝ ડી-ડાયનેમિક્સ

NDA – 371
INDIA – 125
Other – 47

રિપબ્લિક ટીવી પીમાર્ક

NDA – 359
INDIA – 154
Other – 30

રિપબ્લિક મેટ્રિઝ

NDA – 353-368
INDIA – 188-113
Other – 43-48

SAAM-જનકી બાત

NDA – 377
INDIA – 151
Other – 15

ઇન્ડિયા ટીવી CNX

NDA – 371-401
INDIA – 109-139
Other – 28-38

વોટર ટર્નઆઉટ

  • ફેઝ-1માં 66.14 ટકા મતદાન
  • ફેઝ-2માં 66.71 ટકા મતદાન
  • ફેઝ-3માં 65.68 ટકા મતદાન
  • ફેઝ-4માં 69.58 ટકા મતદાન
  • ફેઝ-5માં 62.2 ટકા મતદાન
  • ફેઝ-6માં 63.37 ટકા મતદાન