May 18, 2024

આગામી પાંચ દિવસમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના

lok sabha election 2024 date declare in next five days

ફાઇલ તસવીર

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ થઈ ગઈ છે. ચૂંટણી પંચ આ અઠવાડિયે ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. આ પ્રવાસ 11, 12 અને 13 માર્ચે થશે. ત્યારપછી ગમે ત્યારે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. ચૂંટણી કમિશનર રાજીવ કુમાર પણ હવે એકલા પડી ગયા છે. આવી સ્થિતિમાં તે તમામ નિર્ણયો લેશે. નોંધનીય છે કે, ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ સોમવારથી બુધવાર સુધી જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે અને તે પછી ગુરુવાર અથવા શુક્રવારે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ પૂરો થયા બાદ આયોગ કોઈપણ દિવસે તારીખોની જાહેરાત કરી શકે છે.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની તૈયારી
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સપ્ટેમ્બર સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો. આ પછી સરકારે આયોગને લોકસભાની ચૂંટણીની સાથે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાની સંભાવના વિશે પૂછ્યું હતું. આ સંબંધમાં આ મુલાકાત કરવામાં આવી છે. આ સાથે લોકસભાની તૈયારીઓની ઝાંખી પણ મળશે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી 2014માં થઈ હતી. 2019માં રાજ્યને બે ભાગોમાં વહેંચવામાં આવ્યું અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું હતું.

તારીખની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થશે
લોકસભા ચૂંટણી 2024નું શેડ્યૂલ જાહેર થતાં જ સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થઈ જશે. આ પહેલા પણ તમામ પક્ષો મતદારોને રીઝવવા વચનો પર વચનો આપી રહ્યા છે. મોદી સરકાર એકપછી એક પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી રહી છે. બીજી તરફ રાજકીય મોરચે પણ સત્તામાં આવવા માટે પાર્ટીઓ એકબીજા સાથે ગઠબંધન કરવામાં વ્યસ્ત છે.