December 17, 2024

Central Gujarat Election LIVE Update: અમદાવાદમાં ગરમીને લઇને મતદારોના ઘસારો ઓછો જોવા મળ્યો

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે આજે સમગ્ર ગુજરાત રાજ્યની 25 બેઠક પર પણ મતદાન યોજવામાં આવ્યું છે. મધ્ય ઝોનની વાત કરીએ તો, તેમાં કુલ આઠ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. હાલ તમામ લોકસભા મતવિસ્તારમાં મતદાન ચાલુ છે. ત્યારે દરેક પોલિંગ બુથ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મતદાતાઓને તકલીફ ન પડે તે માટે પાણી સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

લાઇવ અપડેટ્સઃ

સાંજે 5 વાગ્યા સુધીમાં થયેલું મતદાન

અમદાવાદ પૂર્વ 49.95
અમદાવાદ પશ્ચિમ 50.29
ખેડા 53.83
આણંદ 60.44
વડોદરા 57.11
છોટા ઉદેપુર 63.76
પંચમહાલ 53.99
દાહોદ 54.78
  • વડોદરામાં હૃદય રોગના હુમલાની સારવાર લઈ રહેલા દર્દીએ મતદાન કર્યું
  • 43 ડિગ્રી ગરમીમાં મતદારો ખૂબ ઓછી સંખ્યામાં આવી રહ્યા છે
  • મતદાન કરવા માટે એકલ દોકલ લોકો આવી રહ્યા છે
  • અમદાવાદમાં તાપમાનને લઈને મતદારોનો પ્રવાહ ઓછો જોવા મળી રહ્યો છે
  • અમદાવાદમાં ક્ષત્રિય મતદારોએ કર્યું સામુહિક મતદાન

સવારે 11 વાગ્યા સુધીમાં થયેલું મતદાન

અમદાવાદ પૂર્વ 34.36
અમદાવાદ પશ્ચિમ 33.29
ખેડા 36.89
આણંદ 41.78
વડોદરા 38.79
છોટા ઉદેપુર 42.65
પંચમહાલ 36.47
દાહોદ 39.79
  • વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કર્યું મતદાન
  • આણંદ લોકસભા ચૂંટણીમાં ઢોલ નગારા અને વાજા સાથે પેટલાદના થર્ડ જેન્ડરના મતદારોએ મતદાન કર્યું
  • કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ મતદાન કરી લોકોને પણ મતદાન કરવા કરી અપીલ
  • રાજ્યના પૂર્વ CM શંકર સિંહ વાઘેલાએ કર્યું મતદાન
  • રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કર્યું મતદાન
  • શિક્ષણમંત્રી ડૉ કુબેર ડીંડોરે પોતાના વતન ભંડારા ગામે કર્યું મતદાન
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજ ખાતે કર્યું મતદાન
  • અમિત શાહે અમદાવાદમાં મતદાન કરી નારણપુરા વિસ્તારમાં આવેલા જૂના ઘરે પહોંચ્યા અમિત શાહ
  • આણંદ કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડા આંકલાવ કેશવપુરા પ્રાથમિક શાળામાં કર્યું મતદાન
  • ગાંધીનગરના MLA રીટાબેન પટેલ સોસાયટીના મતદારો સાથે ઢોલ નગારા સાથે મતદાન કર્યું.
  • સવારે 11 વાગ્યા સુધીમાં થયેલું મતદાન
    અમદાવાદ પૂર્વ 21.15
    અમદાવાદ પશ્ચિમ 21.64
    ખેડા 23.76
    આણંદ 26.88
    વડોદરા 20.77
    છોટા ઉદેપુર 26.58
    પંચમહાલ 23.28
    દાહોદ 26.35
  • વિરમગામના MLA હાર્દિક પટેલે કર્યું મતદાન
  • વડોદરાના ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ કર્યું મતદાન
  • ખેડા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ છીપિયાલ ખાતે કર્યું મતદાન
  • ગુજરાતમાં 15 સીટ કોંગ્રેસ જીતશે : કાળુસિંહ ડાભી
  • આણંદમાં દિવ્યાંગ લોકોએ પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી
  • દિવ્યાંગ માટે ચૂંટણીપંચ દ્વારા કરેલ સુવિધાઓના પણ દિવ્યાંગ લોકોએ કર્યા વખાણ
  • પંચમહાલમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો મહિલાઓએ મત નાખતા પહેલા ગરબે ગૂમ્યા
  • ખેડાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે કર્યું મતદાન
  • છોટાઉદેપુરના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ કર્યું મતદાનસવારે 9 વાગ્યા સુધીમાં થયેલું મતદાન
    અમદાવાદ પૂર્વ 8.03
    અમદાવાદ પશ્ચિમ 7.23
    ખેડા 10.20
    આણંદ 10.35
    વડોદરા 10.64
    છોટા ઉદેપુર 10.27
    પંચમહાલ 9.16
    દાહોદ 10.94
  • અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર એચ. એસ પટેલ ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.
  • અમદાવાદના શીલજમાં આનંદીબેન પટેલે કર્યું મતદાન
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિશાન સ્કૂલ ખાતે કર્યું મતદાન
  • PM મોદી ત્રીજી વખત વડાપ્રધાન બની 2047નાં મજબૂત ભારતનું નિર્માણ કરશેઃ જશવંતસિંહ
  • રાજ્યસભાનાં સાંસદ ડો.જશવંતસિંહ પરમારે મતદાન કર્યું, ગોધરાના માર્કેટિંગ યાર્ડમાં પરિવાર સાથે પહોંચ્યા.
  • પીએમ મોદીના ભાઈ સોમાભાઈ મોદી નિશાન સ્કૂલ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મતદાન બાદ ભાઈ સોમાભાઈના ઘરે જશે.
  • નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ પત્ની સાથે નડિયાદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે નડિયાદમાં આવેલ શાળા નંબર 1 માં મતદાન કર્યું.
  • રાજપાલસિંહે પરિવાર સાથે કરોલીના પ્રાથમિક શાળા ખાતે આવેલા બૂથમાં મતદાન કર્યું. તેમજ લોકોને મતદાન કરવા પણ અપીલ કરી છે.
  • પંચમહાલ બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ થઇ  ગઇ છે. લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે મતદાન કર્યું.
  • અમદાવાદના શીલજ ખાતે મોટી સંંખ્યામાં મતદાન કરવા શહેરીજનો ઉમટી પડ્યા છે.
  • મધ્ય ગુજરાતની આઠેય બેઠક પર મતદાનની શરૂઆત થઈ ગઈ છે. મતદારોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

અમદાવાદ પૂર્વના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 10,66,538
  • સ્ત્રી મતદારોઃ 9,71,507
  • અન્યઃ 117
  • કુલ મતદારોઃ 20,38,162

અમદાવાદ પશ્ચિમના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 8,90,222
  • સ્ત્રી મતદારોઃ 8,36,692
  • અન્યઃ 73
  • કુલ મતદારોઃ 17,26,987

ખેડાના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 10,24,962
  • સ્ત્રી મતદારોઃ 9,82,340
  • અન્યઃ 102
  • કુલ મતદારોઃ 20,07,404

આણંદના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 9,07,934
  • સ્ત્રી મતદારોઃ 8,72,117
  • અન્યઃ 131
  • કુલ મતદારોઃ 17,80,182

વડોદરાના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 9,95,083
  • સ્ત્રી મતદારોઃ 9,54,260
  • અન્યઃ 230
  • કુલ મતદારોઃ 19,49,573

છોટા ઉદેપુરના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 9,31,651
  • સ્ત્રી મતદારોઃ 8,90,036
  • અન્યઃ 21
  • કુલ મતદારોઃ 18,21,708

પંચમહાલના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 9,66,134
  • સ્ત્રી મતદારોઃ 9,30,582
  • અન્યઃ 27
  • કુલ મતદારોઃ 18,96,743

દાહોદના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 9,26,944
  • સ્ત્રી મતદારોઃ 9,48,173
  • અન્યઃ 19
  • કુલ મતદારોઃ 18,75,136

સમગ્ર ગુજરાતમાં મતદાન ચાલુ
લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે સમગ્ર ગુજરાતના મતદાન મથકો પર હાલ મતદાનની પ્રકિયા ચાલી રહી છે. લોકો વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઇનમાં ઉભા છે. ત્યારે ગુજરાતના કુલ 4.97 કરોડ મતદાતાઓ મતદાન કરશે. તેમાં 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે.

ગુજરાતના ચારેય ઝોનની LIVE અપડેટ

મધ્ય ગુજરાતની લોકસભા બેઠક પર મતદાનની LIVE અપડેટ

દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠક પર મતદાનની LIVE અપડેટ

ઉત્તર ગુજરાતની લોકસભા બેઠક પર મતદાનની LIVE અપડેટ

સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતની લોકસભા બેઠક પર મતદાનની LIVE અપડેટ