November 18, 2024

Loksabha Election Result: Porbandar વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના અર્જુન મોઢવાડિયાની જીત

Assembly Bye Election Results 2024: ગુજરાત લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે આવી રહ્યા છે. તેમાં પણ ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ પણ સ્પષ્ટ થઇ જશે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પોરબંદર, માણાવદર, ખંભાત, વાઘોડિયા, વિજાપુર બેઠક પર યોજાઇ હતી. હાલ  પોરબંદર બેઠકથી અર્જુન મોઢવાડિયાની જીત થઈ છે.

પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપ
પોરબંદર વિધાનસભા બેઠક પર પાંચમા રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 131854 મળ્યા છે અને  115758 મત આગળ સાથે જીત મેળવી લીધી છે. ખંભાત વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 43536 મળ્યા છે અને તે 15872 મતથી આગળ છે. વાઘોડિયા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવારને 38329 મત મળ્યા છે અને 20842 મતથી તેઓ આગળ છે. વિજાપુર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો મત છે 38585 અને 18494 મતથી આગળ છે. માણાવદરમાં અરવિંદભાઈ જીણાભાઈ લાડાણી 21242ને મત મળ્યા છે અને અત્યારે 8052 મતથી આગળ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ત્રણ કલાકમાં ભાજપના 7 ઉમેદવાર 2 લાખની લીડથી આગળ

વોટ ટકાવારીમાં ઘટાડો
છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ હવે લોકોની નજર પરિણામો પર છે. આ ચૂંટણી દરમિયાન મતની ટકાવારી મુખ્ય ચર્ચાનો વિષય રહી હતી. શરૂઆતમાં વિપક્ષે ચૂંટણી પંચ પર મતદાનના આંકડામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો, જોકે પંચે આ વાતને નકારી કાઢી હતી. ચૂંટણી પંચના ડેટા દર્શાવે છે કે 2019ની સરખામણીમાં સાત તબક્કામાં વોટ ટકાવારીમાં ઘટાડો થયો છે. જો કે મતદાન કરતા લોકોની સંખ્યામાં વધારો થયો હતો. આ દરમિયાન 1 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા એક્ઝિટ પોલના અંદાજમાં ભાજપ અને એનડીએ માટે જંગી બહુમતી દર્શાવવામાં આવી છે.