ભાજપની લોકસભા ઉમેદવારની પહેલી યાદીમાં મહિલા-OBC માટે ખાસ પ્લાન
અમદાવાદઃ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપે ઉમેદવારની જાહેરાત અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી છે. કુલ 195 સીટ પર ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. આ ઉપરાંત અમિત શાહ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં 10 સાંસદને રિપિટ કર્યા છે.
પહેલી લિસ્ટમાં આ લોકો સામેલ
- 28 મહિલા
- 47 યુવા ઉમેદવાર
- 2 પૂર્વ મુખ્યમંત્રી
- 27 અનુસૂચિત જાતિ
- 18 અનુસૂચિત જનજાતિ
- 57 ઓબીસી
આ રાજ્યમાંથી આટલા ઉમેદવાર
ઉત્તર પ્રદેશ – 51
પશ્ચિમ બંગાળ – 27
મધ્ય પ્રદેશ – 24
ગુજરાત – 15
રાજસ્થાન – 15
કેરળ – 12
તેલંગાણા – 9
અસમ – 11
ઝારખંડ – 11
છત્તીસગઢ – 11
જમ્મુ કાયસમાર-2
ઉત્તરાખંડ – 3
ગોવા – 1
ત્રિપુરા – 1
અંદામાન નિકોબાર – 1
દમણ દીવ – 1
દિલ્હી – 5
ગુજરાતના ઉમેદવારની યાદી
કચ્છ – વિનોદ ચાવડા
બનાસકાંઠા – ડો. રેખા ચૌધરી
પાટણ – ભરતસિંહ ડાભી
ગાંધીનગર – અમિત શાહ
અમદાવાદ વેસ્ટ – દિનેશ મકવાણા
રાજકોટ – પુરુષોત્તમ રૂપાલા
પોરબંદર – મનસુખ માંડવિયા
જામનગર – પૂનમ માડમ
આણંદ – મિતેષ પટેલ
ખેડા – દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ – રાજપાલસિંહ જાદવ
દાહોદ – જસવંતસિંહ ભાભોર
ભરૂચ – મનસુખ વસાવા
બારડોલી – પ્રભુ વસાવા
નવસારી – સીઆર પાટીલ
દમણ – લાલુ પટેલ