અમરેલી લોકસભા બેઠકનું જ્ઞાતિગત સમીકરણ, જાણો કયો સમાજ નિર્ણાયક
દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ત્યારે વાત કરીએ અમરેલી લોકસભા બેઠકની. આ વખતે ભાજપ અને કોંગ્રસે અહીંથી બે મજબૂત દાવેદારો મેદાનમાં ઉતાર્યા છે. તો આવો જાણીએ આ લોકસભા બેઠકના ઉમેદવારોની પ્રોફાઇલ અને જ્ઞાતિગત સમીકરણ…
ભાજપના ઉમેદવારની પ્રોફાઇલ વિશે વાત કરીએ તો, ભરત સુતરિયા લેઉવા પટેલ સમાજમાંથી આવે છે. તેમણે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. વ્યવસાયે તેઓ ખેડૂત છે. હાલ તેમને ભાજપે ટિકિટ આપીને લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
પાર્ટીમાં યોગદાન
1991થી ભાજપના કાર્યકર્તા
2009થી 2011 તાલુકા મહામંત્રી
2010થી 2015 સુધી લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ
2019થી નગરપાલિકા પ્રભારી બાબરા શહેર
લાઠી વિધાનસભા મન કી બાત ઇન્ચાર્જ
પેજ પ્રેસ સમિતિ સંયોજક
2022માં લાઠી વિધાનસભાના મુખ્ય એજન્ટ
અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ
હાલ છ મહિનાથી જિલ્લા પંચાયતના પ્રમુખની જવાબદારી શરૂ છે.
આ પણ વાંચોઃ અમરેલી લોકસભા બેઠકનું ગણિત, જાણો કેટલો વિકાસ થયો
કોંગ્રેસના ઉમેદવારની પ્રોફાઇલ
જેનીબેન ઠુમ્મર લેઉવા પટેલ સમાજમાંથી આવે છે. અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમજ અમરેલીના પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મરના દીકરી છે, જેમને કોંગ્રેસ હાઈકમાન્ડે ટિકિટ આપી છે. જેનીબેન ઠુમ્મર અમરેલી જિલ્લાના વાવડી ગામના રહેવાસી છે. તેમણે કોમ્પ્યુટર સાયન્સ સ્નાતક નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
આ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
1. અમરેલી
2. ધારી
3. લાઠી
4. સાવરકુંડલા
5. રાજુલા
6. મહુવા
7. ગારિયાધાર
કેટલી વિધાનસભામાં કોની સત્તા?
વિધાનસભાની આ 7 બેઠકમાંથી કુલ 6 બેઠક પર ભાજપના ધારાસભ્ય નેતૃત્વ કરી રહ્યા છે. જ્યારે 1 બેઠક ગારિયાધાર પર આપના સુધીરભાઈ નેતૃત્વ કરી રહ્યા છે.
બેઠકનું જાતિગત ગણિત
ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ મહત્વ બહુ આપવામાં આવે છે. અમરેલી બેઠક પર 8થી 10 ટકા મુસ્લિમ મતો છે. જ્યારે અમરેલી, સાવરકુંડલા, રાજુલા સહિતના શહેરોમાં મુસ્લિમોની વસતિ છે. લગભગ 15 ટકા જેટલા મતદારો આહીર-ક્ષત્રિય સમાજના છે. આ ઉપરાંત 15 ટકા મતદારો ઈત્તર સમાજના છે અને વૈષ્ણવ વાણિયા અને બ્રાહ્મણોની વસતી અહીં નોંધપાત્ર છે. 40 જેટલા મતદારો પટેલ સમાજના છે. 15 ટકા જેટલા કોળી મતદારો મતદારો છે. બાકી બીજી જ્ઞાતિઓના મતદારો છે.
કયા મતદારો નિર્ણાયક?
પટેલ, કોળી અને ક્ષત્રિય મતદારો આ લોકસભામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
પુરુષ મતદાર – 8,94,831
મહિલા મતદાર – 8,36,183
અન્ય મતદાર – 26
કુલ મતદાર – 17,31,040
છેલ્લી પાંચ ટર્મનું પરિણામ
1999-2004માં ભાજપના દિલીપ સંઘાણીનો વિજય થયો હતો. 2004-2009માં કોંગ્રેસના વીરજી ઠુમ્મરનો વિજય થયો હતો. ત્યારબાદ છેલ્લી ત્રણ ટર્મ2009થી 2024 ભાજપના નારણ કાછડીયા ચૂંટાઈ આવ્યા હતા.આમ પાછલા ત્રણ ટર્મથી અમરેલી લોકસભા બેઠક ઉપર ભાજપનો દબદબો યથાવત છે. આ બેઠક પર અત્યાર સુધીમાં છેલ્લી 5 લોકસભાના પરિણામમાં અમરેલી બેઠક પર ભાજપ 4 અને કોંગ્રેસ 1 વાર વિજેતા રહ્યા હતા.