અખિલેશ યાદવના લોકસભા ચૂંટણી લડવા પર સસ્પેન્સનો અંત, આવતીકાલે ઉમેદવારી નોંધાવશે
UP Lok Sabha Election 2024: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ કન્નૌજ લોકસભા ચૂંટણી લડશે તે અંગે અટકળો ચાલુ છે. આ દરમિયાન, હવે સમાજવાદી પાર્ટીએ અખિલેશ યાદવના લોકસભા ચૂંટણી લડવા અંગેના સસ્પેન્સનો અંત લાવી દીધો છે. એસપીએ એક્સ પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે અખિલેશ યાદવ કન્નૌજથી જ ચૂંટણી લડશે અને તેઓ આવતીકાલે ગુરુવારે (24 એપ્રિલ) ઉમેદવારી નોંધાવશે.
माननीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी कल अपराह्न 12 बजे कन्नौज लोकसभा से समाजवादी पार्टी के प्रत्याशी के रूप में नामांकन पत्र दाखिल करेंगे।
— Samajwadi Party (@samajwadiparty) April 24, 2024
SPએ X પર પોસ્ટ કરીને લખ્યું, ‘માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અખિલેશ યાદવ આવતીકાલે બપોરે 12 વાગ્યે કન્નૌજ લોકસભાથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર ભરશે.’ અગાઉ સમાજવાદી પાર્ટી દ્વારા તેજ પ્રતાપ યાદવને આ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે કન્નૌજ બેઠક પરથી તેજ પ્રતાપ નહીં પરંતુ માત્ર અખિલેશ યાદવ જ ચૂંટણી લડશે. કન્નૌજથી અખિલેશ યાદવની ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે.
ચોથા તબક્કામાં મતદાન થશે
અખિલેશ યાદવ કઈ સીટ પરથી ચૂંટણી લડશે તેના પર ઘણી અટકળો ચાલી રહી હતી. સમાજવાદી પાર્ટી દ્વારા બુધવારે સાંજે આ અટકળો પર પૂર્ણવિરામ મુકવામાં આવ્યું છે. કન્નૌજ લોકસભા સીટ પરથી અખિલેશ યાદવનો સીધો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ સુબ્રત પાઠક સાથે છે. ભાજપે સુબ્રત પાઠકને મેદાનમાં ઉતાર્યા છે. બીજી બાજુ બહુજન સમાજ પાર્ટી તરફથી ઈમરાન બિન ઝફરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કન્નૌજ લોકસભા સીટ માટે ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થવાનું છે. ભાજપ અને બસપા આ સીટ માટે ઉમેદવારો જાહેર કરી ચૂક્યા છે. અખિલેશ યાદવ દ્વારા કન્નૌજથી ચૂંટણી લડવાની જાહેરાતથી કન્નૌજમાં રાજકીય તાપમાન વધી ગયું છે. જો કે અખિલેશ યાદવ કન્નૌજથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. જેનો બુધવારે અંત આવ્યો હતો.