ઓવૈસીનો નવો વિવાદ, લોકસભામાં એવું બોલી ગયા કે પ્રોટેમ સ્પીકરે લીધું એક્શન
Parliament Special Session: AIMIMના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એક નવો વિવાદ ઊભો કરી દીધો છે. આજે મંગળવારે જ્યારે તેઓ શપથ લેવા લોકસભા પહોંચ્યા તો તેમણે શપથ લીધા બાદ જય પેલેસ્ટાઇનનો નારો લગાવ્યો. ત્યારબાદ તેને લઈને બબાલ થઈ ગઈ. જોકે, બાદમાં પ્રોટેમ સ્પીકરે તેમના શબ્દોને સાંસદની કાર્યવાહીમાંથી હટાવી દેવાનો આદેશ આપી દીધો.
હાલ, લોકસભાના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી રહેલા રાધા મોહન સિંહે સભ્યોને આશ્વાસન આપ્યું કે શપથને બાદ કરતાં કોઈપણ વાત રેકોર્ડ પર નહી રાખવામાં આવે. થોડી વાર સુધી હંગામો ચાલતો રહ્યો, બાદમાં શપથગ્રહણ ફરીથી શરૂ કરવામાં આવ્યું. પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબ ટૂંક સમયમાં અધ્યક્ષના પદ પર પાછા આવ્યા અને કહ્યું કે માત્ર શપથ અથવા પ્રતિજ્ઞા જ રેકોર્ડ પર રાખવામાં આવી રહી છે.
શું કહ્યું ઓવૈસીએ?
આ મામલે AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે બધા ઘણું બધુ કહી રહ્યા છે. મે કહ્યું હતું, જય ભીમ, જય મીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઇન.’ આ કઈ રીતે વિરોધી છે, બંધારણમાં તેની જોગવાઈ બતાઓ. આ પહેલા વર્ષ 2019માં જ્યારે તેમણે શપથ લીધા હતા ત્યારે તેમણે જય ભીમ, અલ્લાહ-ઓ-અકબર અને જય હિન્દનો સૂત્રોચ્ચાર કરીને શપથ લીધા હતા.