શું જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે થશે?
દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. આ તમામ માહિતી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આપી હતી. જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થશે કે કેમ તેના જવાબમાં ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જવાબ આપ્યો છે.
સવાલના જવાબમાં કહ્યું આ
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકારો સાથે વાત કરતા માહિતી આપી હતી. આ સમયે તેમને ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે SBIએ અમને સમયસર ડેટા પુરો પાડ્યો હતો. ડેટા જોઈશ અને નિર્ધારિત સમયમાં તેની પણ જાણ કરવામાં આવશે. રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે બાદમાં તેનો નિર્ણય કરવામાં આવશે. બે ચૂંટણી કમિશનરની નિમણૂક અંગે પણ તેમને સવાલ કરવામાં આવ્યો હતો તે સમયે તેમણે જણાવ્યું કે આ સરકારી વિષય છે, અમે આમાં કંઈ કહી શકીએ નહીં.
કોઈ વિલંબ થયો નથી
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીમાં વિલંબ સંબંધિત પ્રશ્ન તેમને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થવામાં સમય લાગ્યો છે, તે મુજબ ડિસેમ્બર 2023માં પ્રક્રિયા પૂર્ણ થઈ છે. અમારી તરફથી કોઈ વિલંબ કરવામાં આવ્યો નથી. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની સુરક્ષા અને બિન-સમાનતાનો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે ચૂંટણીમાં નિયમોનું કોઈ ઉલ્લંઘન થશે તે ચલાવી લેવામાં આવશે નહી. આ તમામ માહિતીને લઈને અમે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકોને સૂચના આપી દીધી છે. લોકશાહીના આ ઉત્સવમાં કોઈ ભેદભાવ ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ પણ ઉમેદવારોને ધમકી આપશે તો તે ચલાવી લેવામાં આવશે નહીં.
2024ની લોકસભા ચૂંટણી
આજના દિવસે લોકસભા 2024ની જાહેરાત કરી દેવામાં આવી છે. સાત તબક્કામાં આ ચૂંટણી યોજાશે. 19 એપ્રિલે પ્રથમ તબક્કાની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. 26 એપ્રિલ એ બીજા તબક્કામાં થશે મતદાન , 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે, ગુજરાતમાં 26 સીટોનું મતદાન 7 મે રોજ થશે, મત ગણતરી 4 જૂને પરિણામ આવી જશે. આજથી આચારસંહિતા લાગૂ કરી દેવામાં આવી છે. ભારતના બંધારણની કલમ 324 હેઠળ ચૂંટણી પંચ રાજકીય પક્ષોને શાંતિપૂર્ણ ચૂંટણી માટે આચારસંહિતાનું પાલન કરવા દબાણ કરી શકે છે.