January 22, 2025

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર, 16 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન

Gujarat Election: આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. રાજ્ય ચૂટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની પણ ચૂંટણી થશે જાહેર કરવામાં આવી છે. વિધાનસભાનુ બજેટસત્ર શરૂ થાય તે પહેલા 16 ફેબુઆરીએ મતદાન થશે. 18મીએ ચૂંટણી પરિણામ જાહેર થશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા 27 ટકા OBC અનામતના અમલ સાથે ગુજરાતમા પહેલીવાર ચૂંટણી જાહેર થઈ છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને 66 નગરપાલિકામા સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન થશે.

 

 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ

  • 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
  • 1 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
  • 3 ફેબ્રુઆરીએ થશે ફોર્મની ચકાસણી
  • 4 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
  • 16 ફેબ્રુઆરીએ થશે મતદાન
  • 17 ફેબ્રુઆરીએ જરૂર પડે તો ફરીથી મતદાન
  • 18 ફેબ્રુઆરીએ મત ગણતરી
  • 21 ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે

આ પણ વાંચો: સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, હુમલાના 5 દિવસ બાદ ઘરે પરત ફર્યો સૈફ

નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની નેતાની સાથે રાજકીય પક્ષોના નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અટકેલી પાલિકા અને પંચાયતો પર લાંબા સમયથી લંબાઇ રહેલી ચૂંટણીઓની તારીખો આજે જાહેર થઈ ગઈ છે. આ ચૂંટણી માટે 27% ઓબીસી, 14% એસટી અને 7% એસસી અનામત સાથે બેઠકો ફાળવવામાં આવશે.