January 4, 2025

LIVE Updates: Rajkotના TRP મોલમાં ‘મોતનો ગેમ ઝોન’ ચલાવનાર માલિકની ધરપકડ  

Rajkot TRP Mall Fire: રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતા દૂર-દૂર સુધી આગના ગોટેગોટા નજર આવી રહ્યા છે. ત્યાં જ ગેમ ઝોનમાં અનેક લોકો અંદર હોવાની આશંકા પણ વ્યકત કરાઇ રહી છે. હાલ માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં 24 મૃતદેહો મળ્યા હોવાની  વિગતો મળી રહી છે અને 10થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે.  મળતી માહિતી મુજબ, TRP ગેમ ઝોનના માલિકની ધરપકડ થઇ છે. TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે, હાલમાં રાજકોટના તમામ ગેમ ઝોન બંધ કરવા આદેશ અપાયા છે.

કોણ છે TRP ગેમઝોનના સંચાલકો?

  1. યુવરાજસિંહ સોલંકી.
  2. મહેન્દ્રસિંહ સોલંકી.
  3. પ્રકાશ જૈન.
  4. રાહુલ રાઠોડ.

મુખ્યમંંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ગુજરાત રાજ્યના ચારથી પાંચ સિનિયર પોલીસ અધિકારીઓની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની બનશે અને ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર જાહેરાત કરી શકે છે.

ફાયર વિભાગની યુદ્ધના ધોરણે કાર્યવાહી
હાલમાં વેકેશન હોવાથી આ TRP ગેમ ઝોનમાં બાળકો પણ હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. જોકે આટલી મોટી આગની ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગ અને 108 સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ફાયર બ્રિગેડની 24થી વધુ ગાડીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

ગેમઝોન બન્યો મોતનો ઝોન
ગેમઝોનમાં હજૂ પણ લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. અત્યાર સુધીમાં અહીંથી 24 લોકોના મૃતદેહો બહાર નીકાળવામાં આવ્યા છે, ત્યાં જ ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તેમને 108ની મદદથી સારવાર હેઠલ લઇ જવાયા છે. હાલ આખું ગેમઝોન બળીને ખાખ થઈ ગયું છે. આ આગમાં બે બાળકોના  મોત થયા હોવાની વિગતો મળી રહી છે. હજૂ પણ મોતનો આંકડો વધી શકે છે. હાલ રમેશ ટિલાળા પહોંચ્યા ઘટના સ્થળે પહોંચ્યા છે.

રાજકોટ કાંડ મુદ્દે ગુજરાતના સીએ ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.

આ સાથે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સંવેદના વ્યક્ત કરતાં લખ્યું કે, રાજકોટનાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટના અત્યંત દુખદ છે, તંત્ર દ્વારા રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ઇજાગ્રસ્તો ખૂબ ઝડપથી સાજા થાય એ માટે ઇશ્વરને પ્રાર્થના કરું છું.

ફાયર ફાઇટરની મદદ
પ્રાપ્ત માહિતી અનુસાર, ભીષણ આગની આ ઘટનામાં ફાયર વિભાગના કર્મચારીઓને 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ત્યાં જ આ ઘટનામાં મોતનો આંકડો વધવાની પણ શક્યતાઓ છે. ત્યાં જ પ્રત્યશ્રદર્શીઓ અનુસાર આગની ઘટનાના પગલે લોકોમાં નાસભાગ જોઇ હોવાનું જણાવી રહ્યા છે. હાલમાં પોલીસ દ્વારા TRP ગેમ ઝોનની આસપાસ એકઠી થતી ભીડને દૂર કરાઇ રહી છે અને ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવવા માટે 10 ફાયર ફાઇટરની મદદ લઇ રહી છે.

આ પહેલા અમદાવાદના બોપલના TRP મોલમાં આગ
આ પહેલા અમદાવાદના બોપલના TRP મોલમાં આગ 2 મહિના પહેલા આગ લાગી હતી. શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું હતું. પાંચમા ફ્લોર પર આવેલા ગેમિંગ ઝોનથી આગની શરૂઆત થઈ હતી. આગ લાગવાને કારણે સામે આવેલા પેટ્રોલ પંપને બંધ કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, આગ લાગવાને કારણે મોલમાં આવેલી દુકાનોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું
આ આગને લઈને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ગેમ ઝોનમાંથી ઘણાં બાળકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમ ઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.