December 23, 2024

T20 World Cup 2024ની સેમિફાઇનની મેચ ક્યારે અને કોની વચ્ચે રમાશે?

T20 World Cup 2024 Semi Finals: T20 વર્લ્ડ કપ 2024 ની સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમનો આમનો સામનો થશે. બીજી બાજૂ અફઘાનિસ્તાનની ટીમનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે થશે. T20 વર્લ્ડ કપ 2024 સીઝન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. જેના માટે 4 ટીમો નક્કી થઈ ગઈ છે.

જીતવા માટે દાવેદાર બાકી છે
હવે આ વર્ષના T20 વર્લ્ડ કપમાં માત્ર ચાર ટીમો બાકી રહી છે. જે ટાઈટલની જીતવા માટે દાવેદાર છે. ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ઈન્ડિાયાએ પોતાનું સ્થાન સેમીફાઇનલ માટે નિશ્ચિત કરી લીધું છે.આ મેચના અંત પહેલા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાની ટીમો પણ સેમિફાઇનલ માટે દાવેદાર હતી, પરંતુ બાંગ્લાદેશને હરાવવામાં અફઘાનિસ્તાન સફળ રહ્યું હતું.

આ પણ વાંચો: World Cupની સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો કઈ ટીમ સાથે થશે?

સેમિફાઈનલ રમાશે
સેમીફાઈનલની વાત કરવામાં આવે તો અફઘાનિસ્તાનની ટીમ અને દક્ષિણ આફ્રિકાની ટીમ આમને સામને ટકરાશે. જેમાં ભારત અને ઈંગ્લેન્ડનો મુકાબલો થશે. ભારતીય સમય પ્રમાણે એક જ દિવસે એટલે કે 27 જૂને આ બંને સેમિફાઇનલ રમાશે. પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની રમાશે. જે ભારતીય સમય પ્રમાણે 6 વાગ્યાથી શરૂ થશે. ભારત અને ઈંગ્લેન્ડની મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 8 વાગ્યાના રમાશે. ત્યારબાદ T20 વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલ મેચ રમાશે. આ પછી જ અમને આ વર્ષનો નવો ચેમ્પિયન મળશે.