December 19, 2024

HDFC બેેંકના શેર ખરીદશે LIC

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFCમાં LICને તેનો હિસ્સો વધારીને 9.99% કરવાની મંજૂરી આપી છે. બેંક દ્વારા સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે. બેંકે કહ્યું કે, એલઆઈસીને રિઝર્વ બેંક દ્વારા એક વર્ષની સમય મર્યાદા એટલે કે 24 જાન્યુઆરી, 2025 સુધીમાં બેંકના શેર ખરીદવા માટે કહેવામાં આવ્યું છે. આરબીઆઈ પાસે આવી કંપનીઓ માટે અલગ-અલગ નિયમો છે. જેમાં 5% સુધી હિસ્સો રાખવાની છૂટ. 5% થી 9.99% હિસ્સો ધરાવતી સંસ્થાઓ માટે અલગ નિયમો છે. ડિસેમ્બર 2023 સુધી બેંકમાં LICનો હિસ્સો 5.2% હતો. LIC બજારમાં રોકાણ કરવા માટે વિપરીત અભિગમ અપનાવે છે. HDFC બેંક મુખ્યત્વે વિદેશી રોકાણકારોની માલિકીની છે.

HDFCનો શેર ઘટીને રૂ.1435 થયો હતો
સૂત્રો અનુસાર LICને 9.99% સુધીના શેર ખરીદવાની મર્યાદા છે. જરૂરી નથી કે ચાલુ વર્ષ માટે આ લક્ષ્યાંક હોય. રૂ. 10.9 લાખ કરોડની વર્તમાન માર્કેટ કેપને જોતાં હિસ્સો 4.7% વધારવા માટે રૂ. 50,000 કરોડના વધારાના રોકાણની જરૂર પડશે. છેલ્લા કેટલાક દિવસોથી HDFC બેંકના શેરમાં વેચાણનો તબક્કો ચાલી રહ્યો છે. જેના કારણે શેર 1435 રૂપિયાના સ્તરે આવી ગયો છે.

HDFC શેરની સ્થિતિ
ગુરુવારે પણ HDFC બેન્કના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે બંધ થયેલા ટ્રેડિંગ સપ્તાહમાં તે ઘટીને 1435 રૂપિયા પર આવી ગયો હતો. જે શેર બુધવારે રૂ. 1455.85 પર બંધ થયો હતો તે ગુરુવારે સવારે રૂ. 1453.65 પર ખૂલ્યો હતો. જે ટ્રેડિંગ સેશનના અંતે રૂ. 1435 પર આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન શેર પણ રૂ.1419ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. આ સમયગાળા દરમિયાન શેર રૂ.1455ના સ્તરને સ્પર્શ્યો હતો. શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 1,757 અને નિમ્ન સ્તર રૂ. 1,382 છે.

LICના શેરની સ્થિતિ
LICના શેર 17 મે 2022ના રોજ શેરબજારમાં લિસ્ટ થયા હતા. તેનો IPO 2.95 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. લિસ્ટિંગ બાદ LICના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં તેમાં સુધારો થયો છે. ગુરુવારે બંધ થયેલા ટ્રેડિંગ સેશનમાં શેર રૂ.903ના સ્તરે બંધ થયો હતો. ગુરુવારે સવારે શેર રૂ. 915.80 પર ખૂલ્યો હતો અને ઇન્ટ્રા-ડે દરમિયાન રૂ. 923ની ઊંચી સપાટીએ ટ્રેડ થયો હતો. શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 950 અને નિમ્ન સ્તર રૂ. 530 છે.