January 22, 2025

ગુજરાતમાં ફૂટબોલના સ્તરમાં નોંધપાત્ર સુધારો: પરિમલ નથવાણી

Football in Gujarat: પરિમલ નથવાણી આજે અમદાવાદ ખાતે જી.એસ.એફ.એ.ની 46મી એજીએમને સંબોધિત કર્યા હતા. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશને શ્રેષ્ઠ દેખાવ કરનારા જિલ્લા ફૂટબોલ એસોસિયેશન્સ અને ખેલાડીઓની વ્યક્તિગત સિદ્ધિઓને બિરદાવવા 11 કેટેગરીમાં એવોર્ડ આપવાની શરૂઆત કરી છે. આ એવોર્ડ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.)ની તર્જ પર શરૂ કરાયા છે. જી.એસ.એફ.એ.ની અગાઉની વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.)માં પણ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

પરિમલ નથવાણી શું કહ્યું
તેમણે કહ્યું કે, “ગત એક વર્ષ ભારતીય ફૂટબોલમાં ગુજરાતને ગણનાપાત્ર તાકાત બનાવવાની અમારી પરિકલ્પનાને સાકાર કરવા, અમારા સામૂહિક પ્રયાસોનું સાક્ષી રહ્યું છે. મને એ વાતનો આનંદ છે કે રિલાયન્સ, અદાણી, ઝાયડસ, ટોરેન્ટ વગેરે સહિત, રાજ્યના અગ્રણી કોર્પોરેટ ગૃહો ગુજરાત ફૂટબોલને આગળ વધારવામાં યોગદાન આપી રહ્યા છે.”

આ એવોર્ડ અપાયો
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડ અપાયો હતો, ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ રાજકોટને ફાળે ગયો હતો. બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ ભરૂચને એનાયો કરાયો હતો. જ્યારે બેસ્ટ પરફોર્મિંગ એક્ટિવ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને મળ્યો હતો. પાટણ જિલ્લાના મહાદેવપુરા ગામના પીટી શિક્ષક રંગતજી ઠાકોરને સ્પેશિયલ એવોર્ડ અપાયો હતો. ગામની દીકરીઓને ફૂટબોલને એક વ્યવસાય તરીકે અપનાવવા પ્રોત્સાહિત કરવા બદલ તેમને આ એવોર્ડ અપાયો હતો.

આ પણ વાંચો: નિરજ ચોપડા ટૂંક સમયમાં ફરી એકશનમાં મળશે જોવા

સન્માનિત કરાયા
ફૂટબોલ રેફરી ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં રચના કામાણી અને પુરુષ કેટેગરીમાં આકાશ મહેતાને અપાયો હતો. જ્યારે કોચ ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં કલ્પના દાસ અને પુરુષ કેટેગરીમાં ગોપાલ કાગને ફાળે ગયો છે. આ પ્રકારે જ ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી ખુશ્બુ સરોજ અને હર્ષલ દાવડાને સન્માનિત કરાયા હતા. જ્યારે બેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મહિલા કેટેગરીમાં શિલ્પા ઠાકોર અને પુરુષ કેટેગરીમાં બ્રિજેશ યાદવને અપાયો હતો. વિશાલ વાજાને બેસ્ટ બીચ સોકર એન્ડ ફૂટસલ રેફરી ઓફ ધ યરથી સન્માનિત કરાયા હતા.