December 19, 2024

Propose Day શા માટે ઉજવવામાં આવે છે?

Propose Day: વર્ષ 2024નું વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે. આજે 8મી ફેબ્રુઆરીએ પ્રપોઝ ડેની ઉજવણી કરવામાં આવશે.આ દિવસે યુગલો એકબીજા પ્રત્યે તેમની લાગણીઓ અથવા પ્રેમ વ્યક્ત કરે છે. તમને ગમતી વ્યક્તિને તમારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવવાની આ ખૂબ જ ખાસ તક છે. પ્રેમ, સ્નેહ અને પ્રશંસા વ્યક્ત કરવાની આ એક શ્રેષ્ઠ તક છે. આજના દિવસે ખાસ તમે તમારી ગમતી વ્યક્તિને પોતાના જીવનસાથી બનાવવા માગતા હો તો તેમની સામે પોતાની લાગણીઓને ખાસ રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કરો. કેટલાક એવા લોકો પણ હોય છે જેઓ આ ખાસ દિવસની રાહ ઘણા લાંબા સમયથી જોતા હોય છે. આ પશ્ચિમી સંસ્કૃતિનું ચલણ આજે ભારતમાં ઘણું વધી ગયું છે. લોકો કેન્ડલ લાઇટ ડિનર, બીચ લોકેશન જેવા અલગ પ્રકારના સેલેબ્રેસન કરતા હોઈએ છે.

પ્રપોઝ ડે શા માટે ઉજવવામાં આવે છે?
જો કે વર્ષોથી પ્રપોઝ ડે વેલેન્ટાઈન વીકના બીજા દિવસે ઉજવવામાં આવે છે. તે સદીઓ પહેલા શરૂ થયું હતું અને આ પશ્ચિમી સંસ્કૃતિનો ચલણ આજે ભારતમાં ઘણો વધી ગયો છે. એવું કહેવાય છે કે વર્ષ 1477માં ઑસ્ટ્રિયન આર્કડ્યુક મેક્સિમિલિયનએ મેરી ઑફ બર્ગન્ડીનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ ખાસ ક્ષણમાં તેણે મેરીને ડાયમંડની વીંટી ઓફર કરી હતી. આ રીતે પ્રપોઝ કર્યા પછી આ પદ્ધતિ ફેમસ થઈ ગઈ અને ત્યારથી વેલેન્ટાઈન વીકના બીજા દિવસે પ્રપોઝ ડેની ઉજવણી થવા લાગી.

પ્રપોઝ ડેનું મહત્વ
વેલેન્ટાઈન વીકના દરેક દિવસનું એક અલગ મહત્વ છે. પ્રપોઝ ડે દ્વારા છોકરો અથવા છોકરી તેમના જીવનની સૌથી ખાસ વ્યક્તિ સમક્ષ તેમની દિલની લાગણીઓ વ્યક્ત કરે છે. પ્રપોઝ ડે પ્રેમ વ્યક્ત કરવા માટે ખાસ મૌકો સાબિત થાય છે. પ્રપોઝ કરવાની આ રીત ખૂબ જ અનોખી છે અને એ પછી રિલેશનશિપમાં આવનાર કપલ તેને આખી જિંદગી ભૂલી શકતા નથી.

આ રીતે પ્રપોઝ ડેની ઉજવણી કરો
પ્રપોઝ ડે પર તમારા જીવનસાથીને સાથે તમારા દિલની વાત કહેવા માટે ઘણી રીતોનો ઉપયોગ કરી શકો છો.લોકો આ દિવસને સ્પેશિયલ બનાવવા માટે પાર્ટનર સાથે કેન્ડલ લાઈટ ડિનર, ડેટ પર જઈ શકે થે, રોઝ આપી શકે છે, રીંગ પણ આપી શકે છે. આ માટે તમે કોઈ પબ્લિક પ્લેસમાં તમારા ગોઢણ પર બેસીને પાર્ટનરને પ્રપોઝ કરતો ફિલ્મી સ્ટાઈલ પર ક્રિએટ કરી શકો છો.