ઘરે ઓછી વસ્તુઓમાં બનાવો ટેસ્ટી રસમલાઈ
આપણા ઘરોમાં નાના મોટા પ્રસંગે મીઠાઈ તો બનતી જ હોય છે. એમાં પણ વાત રસમલાઈની આવે તો આપણા ઘરમાં બધા લોકો તેને ખાવા માટે તૈયાર હોય છે. રસમલાઈ ખાવી બધાને ભાવે છે, પરંતુ તેને બનાવવું ખુબ જ કંટાળાજનક છે. ત્યારે આજે અમે તમને એકદમ સરળ અને ઓછી સામગ્રીઓ સાથે તમને રસમલાઈ બનાવતા શીખાડીશું.
- સામગ્રી
1 કપ દૂધ
2 ચમચી ખાંડ
8-10 દોરા કેસર
1/2 કપ મિશ્ર સૂકા ફળો
1/4 ચમચી એલચી પાવડર
1 ચમચી ઘી - રીત
– સૌ પ્રથમ દૂધને મધ્યમ તાપમાં પર ઉકળવા માટે રાખો.
– દૂધ ઉકળે એટલે તેમાં કેસર અને એલચી પાવડર નાખો.
– હવે તેમાં ખાંડ નાખી દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.
– જ્યારે દૂધ ઘાટુ થઈ જાય ત્યારે તેમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને લગભગ 2 મિનિટ સુધી ઢાંકીને પકાવો અને ગેસ બંધ કરી દો.
– રાબડી તૈયાર છે.
– હવે મધ્યમ તાપમાં એક કડાઈમાં મિલ્ક પાવડર, 1 કપ દૂધ અને ખાંડ ઉમેરો અને હલાવતા રહીને રાંધો.
– જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં ઘી નાખીને 2 મિનિટ સુધી પકાવો.
– જ્યારે મિશ્રણ તપેલીમાંથી નીકળી જાય ત્યારે ગેસ બંધ કરી દો.
– તમારી હથેળીઓમાં તેલવાળી કરો, મિશ્રણનો થોડો ભાગ લો અને નાના બોલ બનાવી તેને ચપટી કરો અને રસમલાઈનો આકાર આપો.
– આ જ રીતે બધા બોલ્સ તૈયાર કરો અને પ્લેટમાં રાખો.
– હવે ઉપર તૈયાર રબડી ઉમેરો.
– તૈયાર છે મિલ્ક પાવડર રસમલાઈ