January 23, 2025

‘ખૂબ-ખૂબ શુભેચ્છા, ભેગા મળી કામ કરીશું…’ મેલોનીથી લઈ મુઈજ્જુએ મોદીની જીત પર શું કહ્યું?

નવી દિલ્હી: ભારતની લોકસભા ચૂંટણીના પરિણામો મંગળવારે એટલે કે 4 જૂને આવી ગયા છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ આ ચૂંટણી જીતી છે, જોકે ભાજપને સંપૂર્ણ બહુમતી મળી નથી. આ પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ પર બિરાજમાન હોય તેવું લાગી રહ્યું છે. આ અવસર પર અન્ય ઘણા દેશોના નેતાઓ પીએમને તેમની જીત પર અભિનંદન આપી રહ્યા છે. આ શ્રેણીમાં ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ સોશિયલ મીડિયા હેન્ડલ X દ્વારા પીએમને લોકસભા ચૂંટણીમાં તેમની જીત પર અભિનંદન આપ્યા છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના NDAએ દેશભરમાં સૌથી વધુ બેઠકો જીતી છે. આ લોકસભા ચૂંટણી 542 લોકસભા બેઠકો માટે યોજાઈ રહી હતી. જેમાંથી NDAએ 292 બેઠકો જીતી હતી. એનડીએની આ જીત પર પીએમ મોદીને અભિનંદન આપતા ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભારત અને ઈટાલી વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની વાત કરી છે. આ પોસ્ટની સાથે તેણે પીએમ સાથેની એક તસવીર પણ પોસ્ટ કરી છે.

મેલોનીએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા
અભિનંદન આપતાં મેલોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે નરેન્દ્ર મોદીને નવી ચૂંટણી જીત પર અભિનંદન અને સારા કામ માટે મારી હાર્દિક શુભેચ્છાઓ. મને વિશ્વાસ છે કે અમે ઇટાલી અને ભારતને બાંધતી મિત્રતાને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું અને વિવિધ મુદ્દાઓ પર સહકારને મજબૂત બનાવીશું જે આપણા રાષ્ટ્રો અને આપણા લોકોની સુખાકારી માટે આપણને બાંધે છે. મેલોની દ્વારા આપવામાં આવેલા આ અભિનંદનનો જવાબ આપતા પીએમ મોદીએ તેમના એકાઉન્ટમાંથી લખ્યું કે, જ્યોર્જિયા મેલોની, તમારા અભિનંદન માટે આભાર, અમે ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. જે સહિયારા મૂલ્યો અને હિતો પર આધારિત છે.

માલદીવના વડાપ્રધાને પણ પોસ્ટ કરી
મેલોની ઉપરાંત અન્ય ઘણા દેશોના નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પીએમને અભિનંદન પાઠવ્યા અને લખ્યું કે તેઓ પીએમ મોદી અને બીજેપીના નેતૃત્વવાળી એનડીએને 2024 માં સતત ત્રીજી વખત ભારતીય સામાન્ય ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપે છે. હું બંને દેશો માટે સહિયારી સમૃદ્ધિ અને સ્થિરતાના અનુસંધાનમાં આપણા સામાન્ય હિતોને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું. જેના જવાબમાં પીએમએ તેમનો આભાર માન્યો અને કહ્યું કે માલદીવ હિંદ મહાસાગર ક્ષેત્રમાં અમારું મૂલ્યવાન ભાગીદાર અને પાડોશી છે, હું પણ અમારા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા નજીકના સહયોગની આશા રાખું છું.

અન્ય દેશોના નેતાઓએ PM માટે ટ્વિટ કર્યા
આ સિવાય ભૂટાનના વડાપ્રધાન અને મોરેશિયસના વડાપ્રધાને પણ પીએમને અભિનંદન પાઠવ્યા, પીએમએ તેમના અભિનંદન સ્વીકાર્યા અને તેમનો આભાર માન્યો. જીત માટે અભિનંદન આપનારાઓમાં નેપાળના વડાપ્રધાન માનનીય પુષ્પ કમલ દેહલ પ્રચંડનું નામ પણ સામેલ છે. પીએમને અભિનંદન આપતા તેમણે લખ્યું કે અમને એ જાણીને આનંદ થાય છે કે ભારતના લોકોની ઉત્સાહપૂર્વક ભાગીદારીથી વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. એનડીએની સતત ત્રીજી ચૂંટણીમાં સફળતા માટે પીએમ મોદીને અભિનંદન.

આ પણ વાંચો: મેદાનમાં કોઇ ન આવવું જોઇએ…આતંકી હુમલાની આશંકા પર રોહિત શર્માનું નિવેદન

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પણ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની વાત કરી અને પીએમ મોદીને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા. શ્રીલંકાના મોટા નેતાઓ જેમ કે બાર્બાડોસના પીએમ મિયા અમોર મોટલી, મહિન્દા રાજપક્ષે, સજીથ પ્રેમદાસા, સરથ ફોનસેકાએ પણ પીએમને અભિનંદન પાઠવ્યા છે.