બંધારણમાં મહિલાઓ પાસે છે આ 8 કાયદાઓની શક્તિ
Women’s day special: અધિકાર જે દરેક મનુષ્યને જનમતાની સાથે જ પ્રાપ્ત થાય છે. પણ શું દરેક અધિકારની જાણકારી દરેક વ્યક્તિને હોય છે? ખાસ કરીને ત્યારે જયારે સમાનતાની વાત કરવામાં આવે છે. આજે ખાસ વાત સમાજની દરેક મહિલાએ મળેલા કાયદાની છે જે આજે અમે તમને જણાવવાના છીએ. બંધારણ અને કાયદાએ મહિલાઓને 51 અધિકારો આપ્યા છે. જેમાંથી અમે તમને આજે 8 કાયદાઓ વિશે જણાવીશું. જેમાં સમાન તકનો અધિકાર, કાર્યસ્થળ પર શોષણ સામે અધિકાર, ઘરેલું હિંસા સામેના અધિકારો, પ્રસૂતિ લાભોનો અધિકાર, દહેજ વિરુદ્ધ અધિકાર, વર્ચ્યુઅલ ફરિયાદો નોંધાવવાનો અધિકાર, પીછો કરવા સામે અધિકાર વિશે જણાવાના છીએ.
સમાન તકનો અધિકાર
સમાન તકનો અધિકાર સમાન મહેનતાણું કાયદા અનુસાર મહિલાઓને સમાન કામ માટે સમાન વેતનનો અધિકાર છે. દરેક જગ્યા એ સમાનતાનો હક મહિલાઓને આપવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ અથવા કોઈ સંસ્થા તમે મહિલા હોવાના કારણે અમૂક બાબતોમાં ભેદભાવ રાખે છે તો તમે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. આ કાયદો મહિલાઓના સમાનતાની વાત કરે છે.
કાર્યસ્થળ પર શોષણ સામે અધિકાર
આ અધિકાર મહિલાઓની સેફટી માટે છે. કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ મહિલાઓને તેમના કાર્યસ્થળ પર કોઈપણ પ્રકારની જાતીય સતામણી સામે ફરિયાદ કરી છે. આ કાયદાના કારણે મહિલાઓ તેમના કાર્યસ્થળ પર ફ્રીડમથી નોકરી કરી શકે છે. મહિલાઓ કાર્યસ્થળ પર સલામત રીતે કાર્ય કરી શકે છે.
ઘરેલું હિંસા સામેના અધિકારો
ભારતીય બંધારણની કલમ 498 મહિલાઓને ઘરેલું હિંસાથી રક્ષણ આપે છે. કોઈ પણ મહિલાને ઘરેલું હિંસાનો સામનો કરવો પડ્તો હોય તો તે પોલીસ ફરિયાદ કરી શકે છે અને તેમને થતી મુશ્કેલીનો ઉકેલ લાવી શકે છે. જેમાં મૌખિક, આર્થિક, ભાવનાત્મક અને જાતીય શોષણનો સમાવેશ થાય છે. ઘરમાં હિંસાને સહન કરતી મહિલાઓને આ કાયદા થકી ફરિયાદ કરી શકે છે.
પ્રસૂતિ લાભોનો અધિકાર
મેટરનિટી બેનિફિટ એ માત્ર વર્કિંગ વુમન માટે સુવિધા નથી, પરંતુ તે તેમને તે અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકારમાં તેને 6 મહિના સુધી તેની સેલેરીમાંથી પગાર કાંપવામાં આવતો નથી. આ 6 મહિના પછી તે ફરીથી નોકરી પર લાગી શકે છે. આ કાયદો દરેક કંપનીને લાગુ પડે છે. સરકારી હોય કે બિનસરકારી દરેકને આ નિયમ લાગુ પડે છે. તમને આ કાયદાની મહત્વની વાત કરીએ તો ગર્ભાવસ્થાના પહેલાના 12 મહિના દરમિયાન ઓછામાં ઓછા 80 દિવસ કંપનીમાં કામ કર્યું હોય તે પ્રસૂતિ લાભ મેળવવા માટે ચોક્કસ હકદાર બને છે.
દહેજ વિરુદ્ધ અધિકાર
જો છોકરાના પરિવારજનો અથવા છોકરો પોતે લગ્ન સમયે અથવા તે પછી દહેજની માંગણી કરે છે. તો દિકરીએ અથવા તેના માં-બાપએ દહેજ આપવાની જરૂર નથી, તેના માટે પણ ઘણા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. જેમાં IPCની કલમ 304B અને 498A હેઠળ દહેજની આપ-લે અને તેનાથી સંબંધિત ઉત્પીડનને ગેરકાયદેસર અને ગુનાહિત જાહેર કરવામાં આવ્યા છે. જેના કારણે તમારી પાસે દહેજની માંગણી કરવામાં આવે છે તો તમે એક મહિલા હોવાના કારણે તમે ફરિયાદ કરી શકો છો.
વર્ચ્યુઅલ ફરિયાદો નોંધાવવાનો અધિકાર
જો કોઈ પણ મહિલા પોલીસ સ્ટેશન પર જઈને ફરિયાદ કરી શકે તેમ ના હોય તો તે ઓનલાઈન પણ ફરિયાદ કરી શકે છે. જેના કારણે કોઈ પણ મહિલા પોતાના ફોનના માધ્યમ થકી પણ ફરિયાદ કરીને કોઈ પણ સમસ્યાને દુર કરી શકે છે. ફરિયાદ કરતી વેળાએ તમે એક મહિલાના હોવાના કારણે નામને જાહેર ના કરવા માંગો તો પણ ચાલશે.
પીછો કરવા સામે અધિકાર
જો કોઈ પણ વ્યક્તિ તમારો પીછો કરે છે પછી તે કોઈ પણ માધ્યમ હોય તો તમે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. જેમાં IPCની કલમ 354D એવી વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સક્ષમ છે. આ કાયદા હેઠળ તમે ફરિયાદ કરી શકો છો. વારંવાર કોઈ વ્યક્તિ મહિલાનો પીછો કરે છે તો તેની સામે ફરિયાદ કરી શકાય છે. આ કાયદા હેઠળ મહિલાઓ સુરક્ષિત છે.
પોક્સો એક્ટ કાયદો
POCSO એટલે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ છે. આ કાયદો 2012માં લાવવામાં આવ્યો હતો. આ કાયદો 18 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ અને છોકરીઓ બંનેને લાગુ પડે છે. તેનો હેતુ બાળકોને જાતીય શોષણ અને અશ્લીલતા સંબંધિત ગુનાઓથી બચાવવા માટે લાગુ પડે છે. આ કાયદા હેઠળ છોકરીઓની સાથે અશ્લીલતા સંબંધિત ગુનાઓમાં ફરિયાદ કરી શકાશે.