વઢવાણના લવજી પરમારને 700 વર્ષ જૂની ડાંગસિયા કારીગરીને જીવત રાખવા માટે પદ્મશ્રી પુરસ્કાર
Padma Award: ગુજરાતના સુરેન્દ્રનગર જીલ્લાનાં ડાંગસિયા ગામના વતની વણકર સમુદાયના પરમાર લવજીભાઈ નાગજીભાઈને પદ્મશ્રી એનાયત કરાવમાં આવ્યો છે. 700 વર્ષ જૂની પરંપરાગત વણાટ તકનીક ડાંગસિયા ને સાચવવા અને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીઓમાં તેના અપનાવવા માટે લવજીભાઈએ 4 દાયકાથી વધુ સમય સમર્પિત કર્યો છે.
ડાંગસિયા શાલએ હાથવણાટની, ભૌગોલિક ઓળખ વડે સુરક્ષિત, ગુજરાતની અનુસૂચિત જાતિ ડાંગસિયા વડે બનાવવામાં આવે છે. આ 700 વર્ષ જૂની કળા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની છે. આ જિલ્લામાં રામરાજ, ચારમાલિયા, ધુંસળું અને લોબડી જેવા હાથવણાટના વસ્ત્રો દેદાદરા, વસ્તડી અને વડલા ગામોના સમૂહમાં વણવામાં આવે છે.