January 20, 2025

નોકરી માટે જમીન કૌભાંડના કેસમાં EDએ ચાર્જશીટ ફાઇલ કરી, રાબડી દેવી અને મીસા ભારતીના નામ સામેલ

ED - NEWSCAPITAL

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) નોકરી માટે જમીન કૌભાંડમાં મંગળવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, મીસા ભારતી, હિમા યાદવ, હૃદયાનંદ ચૌધરી અને અમિત કાત્યાલના નામ સામેલ છે. ઇડીએ ચાર્જશીટમાં બે કંપનીઓને પણ આરોપી બનાવી છે. રાઉઝ એવન્યુ કોર્ટ 16 જાન્યુઆરીના રોજ આ કેસની સુનાવણી કરશે. આ કેસમાં EDની આ પહેલી ચાર્જશીટ છે જ્યારે CBI 3 ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. EDએ કોર્ટને જણાવ્યું કે, રાબડી દેવી, મીસા ભારતી, હેમા યાદવ અને હૃદયાનંદ ચૌધરીની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો : અર્જુન એવોર્ડ હાંસલ કરનાર 58માં ક્રિકેટર મોહમ્મદ શમી, રાષ્ટ્રપતિ મુર્મૂએ કર્યા સન્માનિત
ED - NEWSCAPITALહાલ કેસની તપાસ ચાલુ, પૂરક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવશે

આ ઉપરાંત EDએ કોર્ટને એમ પણ જણાવ્યું કે, આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે અને વધુ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. હાલમાં જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તે 4751 પાનાની છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ સાથે કથિત રીતે સંકળાયેલા અમિત કાત્યાલને નોકરી માટે જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં તપાસ એજન્સીએ અટકાયતમાં લીધા હતા.

નોકરી માટે જમીન કૌભાંડ શું છે ?

ED અનુસાર, આ કથિત કૌભાંડ ત્યારે થયું હતું જ્યારે કેન્દ્રમાં UPA-1ની સરકાર હતી અને લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. આરોપો લાગ્યા બાદ એ વાત સામે આવી છે કે, વર્ષ 2004 થી વર્ષ 2009 વચ્ચે લાલુ પ્રસાદ યાદવના પરિવાર અને તેમના સહયોગીઓને આપવામાં આવેલી જમીનના બદલામાં ભારતીય રેલ્વેના અલગ-અલગ વિસ્તારોમાં ગ્રુપ-ડીની પોસ્ટ પર ઘણા લોકોની નિમણૂક કરવામાં આવી હતી.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી પહેલા RSS 2.5 કરોડ રામ ભક્તોને રામ મંદિરના દર્શન કરાવશે !
ED - NEWSCAPITALતેજસ્વી યાદવ ED સમક્ષ હાજર થયા ન હતા

EDએ ગયા વર્ષે નવેમ્બરમાં આ કેસમાં કાત્યાલની ધરપકડ કરી હતી, જ્યારે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેઓ હજુ સુધી પૂછપરછ માટે હાજર થયા ન હતા. આ કથિત કૌભાંડ તે સમયનું છે જ્યારે લાલુ પ્રસાદ યાદવ યુપીએ – 1 સરકારમાં રેલ્વે મંત્રી હતા.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરવામાં આવેલી પ્રારંભિક ફરિયાદ બાદ EDએ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ કેસની તપાસ શરૂ કરી હતી.