લલ્લા બિહારીના દીકરા ફતેહમહંમદની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

અમદાવાદ: લલ્લા બિહારીના દીકરા ફતેહમહંમદની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ફતેહમહંમદ જે મહેમુદ ઉર્ફે લલ્લા પઠાણનો દીકરો છે.

સવારથી લલ્લા બિહારીની ગેરકાયદેસર ફાર્મની ચર્ચા ખૂબ વધી હતી. બાપ-દીકરાની જોડીએ ચંડોળામાં ખૂબ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ ઊભા કર્યા હતા. મહેમૂદ ઉર્ફે લલ્લા પઠાણની શોધખોળ માટે ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી છે.