January 22, 2025

આવી ગઈ છે ‘લેડી બુમરાહ’, વીડિયો થયો વાયરલ

Jasprit Bumrah Bowling Style: આજના સમયના યુવા ક્રિકેટરોની બોલિંગ સ્ટાઈલ કે બેટિંગ સ્ટાઈલ કરવાનો પ્રયાસ કરતા હોય છે. તેમાં પણ જસપ્રિત બુમરાહની બોલિંગ સ્ટાઈલ અને ટેકનિક શીખવાનો પ્રયાસ મોટા ભાગના યુવાનો કરી રહ્યા છે. કારણ કે જસપ્રીત બુમરાહને તેમની સામે બોલિંગ કરતા જોઈને બેટ્સમેન પણ નર્વસ થતા જોવા મળે છે. એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક નાની છોકરી જસપ્રિત બુમરાહની અનોખી બોલિંગ એક્શનની નકલ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

લેડી બુમરાહ’
વીડિયો વાયરલ થયો તેમાં એક છોકરી બુમરાહની ખાસ બોલિંગ સ્ટાઈલની નકલ કરી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ પણ કરી રહ્યા છે અને અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. . ખાસ વાત એ છે કે તેણે બુમરાહના શોર્ટ રન અપથી લઈને તેના ફાસ્ટ હેન્ડ સ્વિંગ સુધીની દરેક વસ્તુને એટલી સચોટ રીતે કોપી કરી કે જાણે તે બુમરાહનો પડછાયો હોય તેવું લાગતું હતું. આ જોઈને જસપ્રીત બુમરાહના ચાહકો લેડી બુમરાહ નામની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર

યુવતીની પ્રતિભાના વખાણ
આ વીડિયો વાયરલ થતાની સાથે જ ક્રિકેટ પ્રેમીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સે યુવતીની પ્રતિભાના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો પરથી કહી શકાય છે કે યુવાનોમાં બુમરાહ કેટલો પ્રખ્યાત છે. બુમરાહની બોલિંગ એક્શન, જેણે પોતાની ઓળખ બનાવી છે, તે હવે નવા ઉભરતા ક્રિકેટરો માટે પ્રેરણા સ્ત્રોત બની છે. આ ભારતીય યુવતીએ બુમરાહની નકલ કરીને બધાના દિલ જીતી લીધા છે.