રાજ્યમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો, રાજકોટમાંથી ઝડપાયો વધુ એક ‘બોગસ ડોક્ટર’
Rajkot: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે. ત્યારે રાજકોટના ખોરાણા ગામેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે હવે રાજકોટ SOG ટીમે ધોરણ 12 પાસ ડોકટરને ઝડપી પાડ્યો છે. જોકે, હાલ કુવાવડા પોલીસ મથકમાં બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર રાજકોટના ખોરાણા ગામે હિરેન મહેશ કાનાબાર નામનો બોગસ ડોક્ટર ઝડપાયો છે. એક વર્ષ પહેલાં પણ આ શખ્સ વિરુદ્ધ બોગસ તબીબનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ખોરાણા ગામે ધ્વનિ ક્લીનક નામેથી દવાખાનું ચલાવતો હતો. જોકે, પોલીસે હોસ્પિટલના સાધનો , દવા, ઇન્જેકશન સહિત 20 હજારથી વધુનો મુદામાલ કબજે કર્યો છે. કુવાડવા પોલીસ મથકમાં બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં ચોકલેટ આપવાની લાલચ આપી નરાધમ બાળકીને અવાવરું જગ્યાએ લઈ ગયો, પોલીસે દબોચી લીધો