January 27, 2025

કચ્છમાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો

ભુજઃ હવામાન વિભાગની આગાહીને પગલે કચ્છમાં વરસાદ વરસ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છના તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર ભારે પાણી વહી નીકળ્યા છે.

કચ્છ જિલ્લામાં ગાંધીધામમાં ધોધમાર 4 ઇંચ વરસાદ, 2 કલાકમાં 4 ઇંચ, માંડવીમાં 2 ઇંચ, અંજાર દોઢ ઇંચ, ભચાઉ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં અબડાસા, લખપતને બાદ કરતા તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ, વિસાવદર-ગાંધીધામમાં 4 ઇંચ

હવામાન વિભાગની 7 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, ખેડા, દાહોદ, વલસાડ, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, આણંદ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો

ક્યારે ક્યાં વરસાદ પડશે?
26 જૂને આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 27મી જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 28મી જૂને ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29મી જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.