December 5, 2024

કચ્છમાંથી નકલી EDની ટીમ ઝડપાઈ, મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતા

કચ્છઃ ગુજરાતમાં બનાવટી વસ્તુઓ, બનાવટી અધિકારીઓ ઝડપાતા હતા. પરંતુ હવે તો આખેઆખી EDની નકલી ટીમ ઝડપાઈ છે. પૂર્વ કચ્છમાંથી નકલી EDની ટીમ પકડાઈ છે. પૂર્વ કચ્છ પોલીસે નકલી EDની ટીમને ઝડપી પાડી છે.

કચ્છમાંથી Enforcement Directorateની નકલી ટીમ ઝડપાઈ છે. આ મામલે પૂર્વ કચ્છ એલસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે.