December 24, 2024

Kutch : ભડકાઉ ભાષણ મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ વધુ એક ફરિયાદ  

મુફ્તી - NEWSCAPITAL

મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ વધુ એક ફરિયાદ ગુજરાતમાં નોંધાઈ છે. છેલ્લા બે દિવસથી ભડકાઉ ભાષણને લઈને સતત ચર્ચામાં રહેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ ભડકાઉ ભાષણ અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા બદલ વધુ એક ફરિયાદ ગુજરાતમાં નોંધાઈ છે, અગાઉ જૂનાગઢમાં કથિત રીતે ભડકાઉ ભાસન આપવા બદલ મૌલાના મુફ્તી સલમાન આઝઘરી વિરુદ્ધ ફરિયાદ નોંધ હતી.

સામખિયાળી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી મુજબ, મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ કચ્છના સામખિયાળી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભડકાઉ ભાષણ અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા બદલ મૌલાના મુફ્તી સલમાન અઝહરી અને મામદ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગત 31 જાન્યુઆરીએ આયોજિત એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યુ હતુ, જે મામલે સામખિયાળી પોલીસ મથકમાં મુફ્તી અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, મૌલનાને આજે જુનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર જૂનાગઢમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ATS - NEWSCAPITAL

આ પણ વાંચો : કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે ગૃહમાં વિરોધ નોંધાવ્યો, અમિત ચાવડાએ કહ્યું; ‘ડબલ એન્જીન સરકાર…’

જૂનાગઢમાં આપેલા ભડકાઉ ભાષણથી વિવાદ વકર્યો 

ગુજરાતમાં મૌલાનાએ મોડાસા, કરછ અને બાદમાં જૂનાગઢમાં કાર્યક્રમ કર્યા હતા. તો આગામી 14મી ફેબ્રઆરીના રોજ મૌલાના મોરબીમાં એક કાર્યકમ હાજરી આપવાનો હતો. મૌલાનાએ વ્યસન મુક્તિ કાર્યકમમાં જૂનાગઢ પાકિસ્તાનમાં સામેલ ન થયું હોવાનું આડકતરી રીતે ભાષણ કર્યું હતું. મૌલાના મૂળ કર્ણાટકનો છે અને મુંબઈમાં અમૃત કો. ઓપરેટિવ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. મૌલાનાએ વર્ષ 2008 થી 2011 સુધી ઇમસ્લામનો અભ્યાસ ઇજિપ્તમાં કર્યો હતો.