January 8, 2025

ભુજમાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં યુવતી ખાબકી, અવાજ આવતો બંધ

kutch News: બોરવેલમાં બાળક પડી જવાની કિસ્સા વારંવાર સામે આવે છે. આવો જ બનાવ ફરી સામે આવ્યો છે. જેમાં ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે બોરવેલમાં યુવતી પડી હોવાનું સામે આવ્યું છે. 500 ફૂટ ઊંડી બોરવેલમાં યુવતી પડતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. યુવતીને બચાવવા માટે તંત્ર કામે લાગ્યું છે. ભુજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું છે. અંદાજે 12 કલાકથી આ રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: રેપીડોને મારા તરફથી સેવા બંધ કરવા નોટીસ અપાઈ: RTO

અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે
ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે બોરવેલમાં યુવતી 500 ફૂટ ઊંડી બોરવેલમાં પડી છે. છેલ્લા 12 કલાકથી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. હજૂ સુધી તેમાં કોઈ અપડેટ સામે આવી નથી. SDM , મામલતદાર, પોલીસ સહિત અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર છે અને યુવતીને બચાવવાની કામગીરી ચાલી રહી છે.