કચ્છના કોટડા જડોદરમાં ગણપતિની મૂર્તિ તોડવા મામલે 7ની ધરપકડ
કચ્છઃ જિલ્લાના કોટડા જદોડરમાં ગણપતિની મૂર્તિ ખંડિત કરવાનો અને મંદિર પર ધ્વજ લગાવા મામલો પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે 8 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કચ્છ જિલ્લા પોલીસ વડાએ આ મામલે જણાવ્યું હતું કે, ‘અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે. ગત રાત્રિથી પોલીસની અલગ અલગ ટીમ ગામ તૈનાત છે. કચ્છની શાંતિ ડહોળનારા તોફાની તત્વોને પોલીસ છોડશે નહીં.’
આરોપીના નામ
મૌલાના ગુલામ હુસૈન જાફર
આસિફ સુમરા પઢિયાર
સાહિલ રમજાન મંધરા
હનીફ જુસણ મંધરા
આ ઉપરાંત અન્ય 3 આરોપીઓ સગીર છે. ત્યારે આ મામલે પોલીસે તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાયદાકીય રીતે તમામ સગીર આરોપીઓ સામે જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.