December 25, 2024

કચ્છમાં ફરી બુલડોઝરવાળી, ત્રણ દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું

kutch kandala bulldozer three dargah demolition

ત્રણ દરગાહના દબાણ દૂર કરવામાં આવ્યાં

કચ્છઃ જિલ્લામાં ફરી એકવાર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. કંડલા મરીન વિસ્તારમાં આવેલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે. તુણા રોડ પર આવેલી 3 દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. નાગેશા પીરની દરગાહ, હાજ પીરની દરગાહ અને વલીશા પીરની દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. મોડી રાત્રે પોલીસની ટીમને સાથે રાખીને ડિમોલિશન કરવામાં આવ્યું છે.

ખાવડામાં મદરેસા પર પણ બુલડોઝર ફર્યું હતું
જિલ્લાના ભુજ તાલુકામાં સરહદી વિસ્તારમાં આવેલા ખાવડામાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે મદરેસા તરીકે ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવાતા બિલ્ડિંગ પર કચ્છ વહીવટી તંત્રએ બુલડોઝરી ફેરવી નાંખ્યું હતું. અગાઉ પણ મદરેસાના બાંધકામના વિવાદ મામલે ચર્ચમાં રહેલું ખાવડા ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.

ગેરકાયદેસર ચાલતા 3 મદરેસા પાડી નાંખ્યા
કચ્છના ખાવડામાં ગેરકાયદે ચાલતા મદરેસા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સરકારી જમીન પર ચણવામાં આવેલા 3 મદરેસા જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. આ કાર્યવાહી અંગે કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય રસીદ સમાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અગાઉ પણ ચાર મદરેસા તોડ્યા હતા. ત્યારે નોટિસ આપવામાં આવી હતી પરંતુ ગઈકાલે જે કાર્યવાહી કરવામાં એમાં અમને નોટિસ આપવામાં આવી નહોતી. આકારણી પર બાંધકામ કરવામાં આવે એને તંત્ર અમાન્ય ગણે છે તો એ જ પ્રકારે અન્ય ધાર્મિક બાંધકામો પણ થયેલા છે એને તોડવામાં આવતા નથી એવો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.