December 26, 2024

ભૂજ-માનકુવામાં ગેરકાયદેસર દબાણો પર તવાઈ, બુલડોઝર ફેરવ્યું

કચ્છ: જિલ્લાના ભૂજ અને માનકુવામાં દબાણ દૂર કરવામાં આવ્યા છે. જાહેર રસ્તા પર અને નદી-નાળા પર બાંધવામાં આવેલા ગેરકાયદેસર તમામ દબાણોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાહેર માર્ગ, નદી નાળા અને રેલ્વે લાઇનો આસપાસના દબાણો પર ગુજરાત સરકારે કાર્યવાહી હાથ ધરી છે. સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ જાહેર રસ્તા તેમજ નદી નાળાનાં વહેણના દબાણો દૂર કરી શકાય છે.

7 આરોપીની ધરપકડ કરવામાં આવી
સરહદી જિલ્લા કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જદોડરમાં ગણપતિની મૂર્તિ ખંડિત કરી મંદિર પર ધ્વજ લગાવવા મામલે કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 4 સગીર વયના બાળકોનો પણ સમાવેશ થતો હતો. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ 4 કિશોરોને કોર્ટ દ્વારા બાળ ગૃહમાં મોકલવામાં આવ્યા છે.

બાળકો સામે જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી
નખત્રાણાના કોટડા જદોડરમાં ગણપતિની મૂર્તિ ખંડિત કરી મંદિર પર ધ્વજ લગાવવા મામલે કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં 4 સગીર વયના બાળકોનો પણ સામેલ હતા. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો વિરુદ્ધ જુવેનાઈલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલ બાળકોમાં મૌલાના બાળકનો પણ સમાવેશ થાય છે. હાલ, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જડોદર ગામમાં હાલ શાંતિપુર્ણ માહોલ જોવા મળી રહ્યો છે.