December 26, 2024

કચ્છના ધોરડોમાં ડિમોલિશન, 10 રિસોર્ટના 400 ભૂંગા પર બુલડોઝર ફર્યું

કચ્છઃ જિલ્લાના ધોરડોમાં વહીવટી તંત્રએ દબાણ હટાવવાની ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં વોચ ટાવર જતા માર્ગે બીએસએફ ચેક પોઇન્ટ નજીક દબાણો દૂર કરવામાં આવ્યા છે.

ધોરડોમાં 10 રિસોર્ટના 400 ભૂંગા પર બુલડોઝર ફરી વળ્યું છે. તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લીધી છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે 54 હજાર ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

પહેલાં પણ કચ્છમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું
કચ્છના ભૂજ અને આસપાસના વિસ્તારમાં પાણીના વહેણ પર થયેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ભૂજ-માંડવી રોડ પર આવેલા ધાર્મિક દબાણ પણ દૂર કરવામાં આવ્યા હતા. 2 જેટલી દરગાહ સહિતના દબાણ દૂર કરવામાં આવ્યાં છે.

ભચાઉમાં પણ દબાણ હટાવવામાં આવ્યા હતા
કચ્છ જિલ્લામાં મેગા ડિમૉલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ભચાઉના શિકારપુરમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણને હટાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અને તંત્રએ બૂલડોઝર ઓપરેશન શરૂ કર્યુ છે.