December 27, 2024

બુટલેગર સાથે ઝડપાયેલી CID મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી સસ્પેન્ડ

ભુજઃ બે દિવસ પહેલાં થારમાં CIDમાં ફરજ બજાવતી મહિલા અને સાથે બુટલેગર દારૂ સાથે ઝડપાયા હતા. ત્યારે આ મામલે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરી નાંખવામાં આવી છે. પૂર્વ કચ્છ એસપીએ નીતા ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nita Chaudhri (@chaudhrinita)


ઉલ્લેખનીય છે કે, નીતા ચૌધરી બુટલેગર યુવરાજ સાથે દારૂના જથ્થા સાથે ઝડપાઇ હતી. ત્યારબાદ તપાસ કરતા નીતા ચૌધરી દારૂનો જથ્થો લાવી હોવાનું સામે આવ્યું હતું. ગઇકાલે બંને આરોપીને રિમાન્ડ માટે ભચાઉ કોર્ટમાં રજૂ કર્યા હતા. ભચાઉ કોર્ટે રિમાન્ડ મંજૂર ન કરતા સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આજે બંને આરોપીને રિમાન્ડ માટે સેસન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Nita Chaudhri (@chaudhrinita)


બુટલેગર સાથે થારમાં પકડાઈ હતી
પોલીસ કર્મી નીતા ચૌધરી બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતી ઝડપાઈ હતી. ભચાઉના ચૌપડવા બ્રિજ નજીક ગોલ્ડન હોટેલ પાસે કારમાં દારૂની મહેફિલ માણતા હતા. ત્યારે દારૂ સાથે બંનેને સ્થાનિક પોલીસે રાતે ઝડપી પાડ્યા હતા. મહિલા પોલીસકર્મી અને બુટલેગરે સ્થાનિક પોલીસ પર ચડાવાની કોશિશ કરી હતી. ત્યારે પોલીસે બંનેને ઝડપીને કારની તપાસ હાથ ધરી હતી. તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

ચહેરા પર કોઈ અફસોસ નહીં…
કચ્છ પોલીસે ધરપકડ કર્યા બાદ નીતા ચૌધરીને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી ત્યારે તેના ચહેરા પર આ કૃત્ય બદલ કોઈ પસ્તાવો નહોતો. નીતા ચૌધરી કચ્છના પૂર્વ જિલ્લામાં CIDમાં પોસ્ટેડ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, નીતા ચૌધરી થારમાં દારૂ પીતી હતી. ઈન્સ્ટાગ્રામ પર ચૌધરી નીતાના નામના એકાઉન્ટમાં ઘણા વીડિયો અને તસવીરો છે. આમાં નીતા ચૌધરીની ખૂબ જ વૈભવી જીવનશૈલીની તસવીર સામે આવી છે.