કેન્દ્ર સરકારની ટીમનાં કચ્છમાં ધામા, વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા બેઠક

કચ્છઃ કેન્દ્ર સરકારની ઈન્ટર મિનિસ્ટ્રિયલ ટીમે કચ્છમાં વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ધામા નાંખ્યા હતા. ત્યારે ભૂજમાં વહીવટીતંત્રની રાહત બચાવ કામગીરી અંગે વિગતો મેળવવા માટે બેઠકનું આયોજન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લામાં નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરીની વિગતો મેળવી હતી. કલેક્ટરે રાહત બચાવ કામગીરી અને સહાય ચૂકવણી અંગે તમામ જાણકારી આપી હતી. ઈન્ટર મિનિસ્ટ્રિયલ ટીમના સભ્યો ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.
આ બેઠકમાં કચ્છ જિલ્લાના કલેક્ટર અમિત અરોરાએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી ટીમના સભ્યોને વહીવટીતંત્રની રાહત બચાવ કામગીરી, સહાય ચૂકવણી વગેરે બાબતોની જાણકારી આપી હતી. આ ઉપરાંત દિલ્હીથી આવેલી ઈન્ટર મિનિસ્ટ્રિયલ ટીમના સભ્યો કચ્છના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને ગ્રાઉન્ડ લેવલની માહિતી જાણશે.