January 18, 2025

કચ્છમાં આ જેલ છે કે મહેફિલનો અડ્ડો? દારૂની મહેફિલ સાથે મોબાઇલ ઝડપાયાં

કચ્છ: જિલ્લામાં આવેલી ગળપાદર જેલમાં પોલીસે સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. બોર્ડર રેન્જ IGના આદેશને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપીઓ પાસેથી મોબાઇલ મળી આવ્યા હતા.

જેલમાં સજા કાપી રહેલા કુખ્યાત અને હિસ્ટ્રી સિટર આરોપીઓ પાસેથી મોબાઇલ મળી આવ્યા હતા. આ ઉપરાંત દારૂની મહેફિલ માણતો બુટલેગર પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. જેલમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.

કચ્છ બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયાએ તપાસના આદેશ આપ્યા હતા. જેલની છત પરથી બિનવારસી હાલતમાં રોકડા પચાસ હજાર રૂપિયા પણ મળી આવ્યા હતા. જેલમાંથી ચાલી રહેલા નેટવર્કનો પર્દાફાશ થયો હતો.

આ 9 આરોપી સામે કાર્યવાહી કરી

  • મનોજ ઉર્ફ પકડો કાનજીભાઈ માતંગ
  • રોહિત ગોવિંદભાઇ ગરવા
  • શિવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા
  • ગોવિંદ હરજીભાઇ માહેશ્વરી
  • યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા
  • રોહિતસંગ ઉર્ફ સોનુ રામપ્રસાદસંગ ઠાકુર
  • સુરજીત દેવિસિંગ પરદેશી
  • રજાક ઉર્ફ સોપારી દાઉદભાઈ ચાવડા
  • હિતેન્દ્રસિંહ ઉર્ફ હિતુભા કરણસિંહ ઝાલા