December 18, 2024

અંજાર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ, મશીન ઉદ્ઘાટનના દિવસે ચાલુ ન થયું!

નીતિન ગરવા, ભુજઃ અંજાર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. અંજાર પાલિકાએ 08/10/21ના ખરીદેલા જેટિંગ કમ સેક્શન મશીન ઉદ્ધઘાટનના દિવસે જ શરૂ ન થયું! અધ્ધધ..રૂપિયા 48,50,990માં ખરીદેલું મશીન બગડેલું નીકળ્યું છે. 2 વર્ષથી અનેક લેખિત રજુઆતો કરવા છતાં ખરીદેલી મશીનની કંપની સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

અંજાર નગરપાલિકા દ્વારા ઠરાવ નં.૧૭૦ તા.૩૦/૧૦/૨૦૨૧ વાળાથી એવું ઠરાવવામાં આવેલ કે આવેલું મશીન નગરપાલિમાનાં ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ છે કે કેમ તેની ચકાસણી સરકારી, અર્ધ-સરકારી અથવા સરકાર માન્ય તજજ્ઞ પાસે કરાવવાં એક સમિતિ નીમવામાં આવી હતી. તેમાં સભ્ય તરીકે પૂર્વ લીલીવંતીબેન દીલીપ પ્રજાપતિ અધ્યક્ષા, અંજાર નગરપાલિકા, પૂર્વ બહાદુરસિંહ ડી.જાડેજા ઉપપ્રમુખ, અંજાર નગરપાલિકા, પૂર્વ વિજય દેવશી પલણ કારોબારી ચેરમેન અંજાર નગરપાલિકા અને પૂર્વ જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન અને હાલના અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ દિપક કોડરાણીને નીમવામાં આવ્યા હતા.

અંજાર નગરપાલિકા દ્વારા 2 વખત મશીનનું TPI રિપોર્ટ કરવામાં આવ્યું હતું. તેના રિપોર્ટમાં અમુક પાર્ટ કામ નહોતા કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પ્રથમ વખત અંજાર નગરપાલિકા દ્વારા 2500 રૂપિયાના ખર્ચે જેટી મશીન થર્ડ પાર્ટી ઇન્ફેક્શન કરવામાં આવ્યું હતું. તો બીજી વખત અંજાર નગરપાલિકા દ્વારા 40,000ના ખર્ચે જેટી મશીન થર્ડ પાર્ટી ઇન્ફેક્શન કરવામાં આવ્યું હતું.

અધિકૃત કરવામાં આવેલી સમિતિ દ્વારા સંયુકત સહીઓ કરી ચીફ ઓફીસર અંજાર નગરપાલિકાને તા.૩૧/૨/૨૦૨૨ના રોજ જાણ કરવામાં આવેલ કે એજન્સી દ્વારા જૂનું મશીન અંજાર નગરપાલિકાને આપેલું છે તેવું જણાય છે. આ મશીન પરત લઈ જવા અને રકમ પરત કરવા એજન્સીને જાણ કરવી અને અને જ્યાં સુધી આ બાબતનો નિકાલ આવે નહીં ત્યાં સુધી સદર હું મશીનનો ઉપયોગ ન કરવો તેવો હુકમ કર્યો હતો. પૂર્વ આરોગ્ય સમિતિનાં ચેરમેન અને હાલના અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ દિપક કોડરાણીએ ખરેખર મશીનની ખરાબી બાબતે શું કાર્યવાહી કરવામાં આવી છે કેમ તે બાબતે કોઈ રસ લીધો નથી. તેથી તે સ્પષ્ટ રીતે આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે સ્પષ્ટ થાય છે.

ભ્રષ્ટ સત્તાધીશો અને અધિકારીના પાપે 2 વર્ષનો સમય વીતી ગયા છતાં મશીનની કંપની સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ અંજારમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં ભુજ ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા જીગર પટેલે તે સમયમાં સમગ્ર ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યું હતું. દરેક સરકારી સંસ્થાઓમાં સરકારી નાણાંનો દુરપયોગ થતો હોય તો તેની જવાબદાર અધિકારી રહેતી હોય છે. પરંતુ અહીંયા તો ખુદ અધિકારી જ પાલિકાના સત્તાધીશો સાથે મળી સરકારની તિજોરીને ભારે નુકશાન પહોંચાડનું કામ કરી રહ્યા છે.

અંજાર નગરપાલિકાનું જેટિંગ કમ સેક્શન મશીન જ્યારે ભુજ નગરપાલિકાને ભાડા પેટે આપવામાં આવ્યું હતું. ત્યારે ભુજમાં મશીનમાં રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. નવાઈની વાત એ છે કે, અંજાર નગરપાલિકાનું ખરાબ મશીન ભુજના ચીફ ઓફિસર જીગર પટેલ કેમ રીપેર કરાવવા માટે ઉતાવળ કરતા હતા. મશીન ખરાબ થઈ ગયું છે શું તેની જાણ અંજાર નગરપાલિકાને કરવામાં આવી હતી કે કેમ તે વેધક પ્રશ્ન છે. જો ભુજ નગરપાલિકા દ્વારા મશીન રીપેર કરવામાં આવ્યું તેના નાણાંની ભરપાઈ કઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવી તે પણ મોટો પ્રશ્ન છે. આ ઘટના પરથી આ ઉક્તિ સ્પષ્ટ થાય છે કે કરે કોણ અને ભરે કોણ.